અભિયાન:માનવ અંગના દાન માટે શિક્ષણ સંસ્થાઓએ શરૂ કર્યું અભિયાન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તોલાણી આર્ટસ, પટેલ કોલેજમાં કાર્યક્રમ યોજાયા+
  • છાત્રો​​​​​​​ સહિતના એ અંગદાન કરવા સામુહિક પ્રતિજ્ઞા લેવામાં આવી

વડાપ્રધાન દ્વારા મન કી બાતમાં અંગદાન તરફ જે વિચાર ઉદ્દભવેલ અને સમસ્ત રાષ્ટ્રે તેમને એક સામાજિક અને નૈતિક બીડું સમજી અભિયાન રૂપે સ્વીકાર્યો હતો. તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના સમગ્ર સ્ટાફ અને વિધાર્થીઓએ પોતાનું દાયિત્વ સમજતા તા. 17ના રોજ રાષ્ટ્રના પ્રધામંત્રીના જન્મ દિવસે સામૂહિક પ્રતિજ્ઞા લેતા અંગદાન તરફે અભિયાનમાં જોડાવાનું નિશ્ચય કર્યો હતો. કાર્યક્રમમાં પ્રાચાર્ય સુશીલ ધર્માનીએ પ્રાસંગિક પરિચય આપેલ અને હોમ સાયન્સ વિભાગના ડો કિરણ રાવલે સવિસ્તાર તેનું મહત્વ અને આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સંગઠનના સદસ્ય એવા કિરણભાઈ આહિરે પણ સક્રિય ભાગીદારી લીધી હતી. કાર્યક્રમના અંતમાં ઉપસ્થીત સર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફે અંગદાન તરફ જે ઓનલાઇન લિંક મળેલ તેમાં પોતાની ભાગીદારી દર્જ કરાવી હતી.

ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાજાભાઇ પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ ખાતે મોદીના જન્મદિન નિમિત્તે કોલેજમાં ‘અંગદાન એ મહાદાન’ વિશેના જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અંગદાનનું મહત્વ સમજાવવા યુટ્યુબ પરની એક ફિલ્મ ‘ફિર ઝીંદગી’ની લિંક મોકલીને તેના વિશે વિદ્યાર્થીઓ દ્વારા અભિપ્રાયો આપવામાં આવ્યા હતા. પ્રોફેસર યોગેશ ભીખાલાલ ખાંડેકા દ્વારા અંગદાન તથા તેના મહત્વ વિશેની પ્રાથમિક માહિતી આપીને કરવામા આવી હતી. આચાર્ય ડો. ભાવેશ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ દ્રષ્ટાંતો આપીને અંગદાન વિશે જાગૃતિ લાવવામાં યુવાનોનો ફાળો કેટલો મહત્વનો છે? તેની સમજૂતિ આપવામાં આવી હતી. ઉપરાંત ‘બ્રેઇન ડેડ’ થયા બાદ કેવી રીતે તે વ્યક્તિના અંગોનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિને નવું જીવન આપી શકાય છે તેની જાણકારી પણ અપાઇ હતી. વહીવટી અધિકારી સુધાંશુ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓના મનમાં અંગદાન વિશે રહેલા પ્રશ્નોનું નિરાકરણ વિવિધ વાર્તાઓ તથા યોગ્ય દ્રષ્ટાંતો આપીને કરવામાં આવ્યું હતું.

તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે સામૂહિક રીતે અંગદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે આચાર્યના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર હિરલ જોષી દ્વારા ટેક્નીકલ સહાય તથા અન્ય સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...