છેંતરપીંડી:બેંક સાથે 150 કરોડની ઠગાઇના કેસમાં CBI બાદ હવે EDની તપાસ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતાના નિવેદનો બદલ વિવાદોમાં રહેતા મુંબઈના નવાબ મલિકનું પણ ક્નેક્શન
  • કાસેઝ​​​​​​​ સ્થિત કંપની એસોસિએટ હાઈ પ્રેશર ટેક્નોલોજી કંપનીનો કેસ ફરી ખુલ્યો

બેંકના રુપીયાઓને વિવિધ ચેનલોથી ફેરવીને વિશ્વાસ ઘાત કરીને બેંક સાથે છેંતરપીંડી આચરવાના કેસમાં કાસેઝ સ્થિત કંપની વિરુદ્ધ સીબીઆઈની ટીમે તપાસ આરંભી હતી. જેની તપાસમાં હવે ઈડીએ એન્ટ્રી મારીને ગત રોજ તપાસનો દોર આગળ ચલાવ્યો હતો. કુલ 150 કરોડના મનાતા આ કૌભાંડમાં હવે મુંબઈના રાજકારણી નવાબ મલીકના પુત્રનું નામ પણ બહાર આવતા મામલો ગરમાયો છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ) દ્વારા કાસેઝ સ્થિત કંપની એસોસીએટ્સ હાઈપ્રેશર ટેક્નોલોજીસ નામક કંપની અને તેના છ ડાયરેક્ટર્સ રામચંદ કે. ઈસરાની, મહંમદ ફારુક સુલેમાન દાર્વેશ, શ્રીચંદ સતરામદાસ અગીચા, ઈબ્રાહીમ સુલેમાન દાર્વેશ, મનોહરલાલ સતરામદાસ અગીચા, સતીષ સુંદરદાસ અગીચા તેમજ અજાણ્યા સરકારી કર્મચારી અને અન્યો વિરુદ્ધ ચાર મહિના અગાઉ યુનીયન બેંકની ફરિયાદના આધારે કેસ દાખલ કરાયો હતો. ત્યારે 134 કરોડના ફંડને ચીટ કરવાના ઉદેશ્ય સાથે નિયમોને તાક પર રાખીને અન્ય બેંકિંગ ચેનલ્સ થકી ફેરવીને યુનીયન બેંકને આટલું નુકશાન કર્યાના કેસના આધારે તપાસ હાથ ધરાઈ હતી.

હવે આ કેસમાં સોમવારે કેન્દ્રીય એજન્સી ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટ્રોટ (ઈડી) દ્વારા દિલ્હીથી વિવિધ ટીમોએ મુંબઈ અને ગુજરાત ધસી આવીને તપાસ હાથ ધરી છે. જેમાં 10 કરોડ જેટ્લી રકમ ટચવુડ રીયરએસ્ટેટ નામક પેઢીને પણ ડાયવર્ટ કરવામાં આવ્યાનું ખુલતા તેની તપાસ પણ કરાઈ રહ્યાનું બહાર આવ્યું હતું, જેના 20% સ્ટેક મુંબઈના એસસીપી નેતા યાસીન મલીકના પુત્ર ફરાઝના નામે છે. સરકાર પોતાના નીજી ઉદેશ્યોને સિદ્ધ કરવા માટે સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી રહી હોવાનો આક્ષેપ મલીક દ્વારા અગાઉજ લગાવાયો હતો. જોકે, હજી સુધી તેમના પુત્રની પેઢી પર કોઇ સર્ચ કે કાર્યવાહી થયાનું જાણવા મળતું નથી. આર્યન ખાનને એનસીબીની ટીમે ડ્રગ્સ સબંધીત કેસમાં ઝડપ્યો હતો, ત્યારબાદ મલીક દ્વારા તેના તપાસનીસ વાનખેડે સહિતના ઉપર ગંભીર આક્ષેપો લગાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...