વરણી:અખીલ ભારતીય નવયુગ સંસ્થાના પૂર્વ કચ્છના હોદ્દેદારોની વરણી કરાઇ

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં સ્નેહમિલન યોજવામાં આવ્યું

અખીલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ગત તા.17મીના રોજ સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સાથે સાથે કારોબારીની મીટિંગ પણ યોજવામાં આવી હતી. રાજકીય અધ્યક્ષની હાજરીમાં ગાંધીધામ, રાપર, ભચાઉ, પૂર્વ કચ્છ જિલ્લાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રફુલભાઇ પટેલ, ગૌરક્ષક રાજભા નારણભા ગઢવી, ગુજરાત પ્રદેશ પ્રભારી મયુરદાન ઠક્કર, સંદીપદાન ગઢવી,કચ્છ જિલ્લાના પ્રભારી ગીરજાશંકર જોશી દ્વારા ચર્ચા વિચારણા કરીને ગાંધીધામ તાલુકા શહેર, પૂર્વ કચ્છ જિલ્લા ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

અધ્યક્ષ ગીરજાશંકર જોશી, કચ્છ જિલ્લા અધ્યક્ષ જગુભા જાડેજા, રમેશ રામનાની, રોહન મારાજ, રાધેશ્યામ ત્રિવેદી, જિલ્લા મંત્રીમાં ભાવેશભાઇ ગોસ્વામી, શકતાભાઇ પટેલ, ભરતભાઇ લીંબચીયા, ભરતભાઇ ધવલેશા, ગાંધીધામ તાલુકા અધ્યક્ષ જીતુભાઇ પંડ્યા, મહામંત્રી નરેન્દ્રભાઇ જોશી, ઉપાધ્યક્ષ વિપુલભાઇ કટારીયા, કરણભાઇ ગઢવી, રજતભાઇ વાનખેડે, ગાંધીધામ શહેર અધ્યક્ષ કિરણભાઇ પ્રજાપતિ, મહામંત્રી ઉપેન્દ્રભાઇ ચૌહાણ, ઉપાધ્યક્ષમાં મોહીતભાઇ સોની, દિલીપભાઇ ભટ્ટી, નીરજભાઇ અગ્રાવત વગેરેનો સમાવેશ થાય છે. મહિલા વિભાગમાં ખ્યાતીબેન રાવતીયા, પાયલબેન ઠાકવાણીની વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...