તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અગાઉ પોલીસ કર્મચારી પર છરી ઉગામનારે બે ભાઇ પર હુમલો કર્યો

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીઠીરોહરમાં અથડાયા બાદ થયેલી બોલાચાલી પછી ધારિયાના ઘા કર્યા

મીઠીરોહરમાં બજારમાં સામે અથડાતાં બોલાચાલી થયા બાદ અગાઉ જે આરોપીએ બસ સ્ટેશન પાસે પોલીસ કર્મી ઉપર બે સહોદરોને મારી નાખવાના ઇરાદે ધારિયા વડે હુમલો કરાયો હોવાની તેમજ જીઆઇડીસી વિસ્તારમાં નાના છોકરાઓને દારૂના નશામાં ધૂત શખ્સને ગાળો બોલવાની ના પાડનાર યુવાનને દારૂડિયાએ પથ્થર મારી ઇજા પહોંચાડી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

મીઠીરોહરની ઇદગાહ સોસાયટીમાં રહેતા 39 વર્ષીય અબ્બાસ સુલેમાન સોઢા અને તેમના ભાઇ હસન સુલેમાન સોઢા બજારમાંથી જઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા માથાભારે શખ્સ સિકંદર અબ્દુલ ધોના સાથે અથડાયા બાદ બોલાચાલી થઇ હતી જેમાં સિકંદરે ગાળો બોલતાં અબ્બાસે ગાળો ન બોલવાનું કહ્યું હતું. ત્યારબાદ અબ્બાસ અને હસન બન્ને ભાઇ પોતાની સાઇકલ સર્વિસની દુકાને હતા ત્યારે ગત સાંજે છ વાગ્યે દુકાને આવીને સિકંદરે ગાળો આપતાં બન્ને ભાઇઓએ ગાળો ન બોલાવનું કહેતાં ઉશ્કેરાયેલા સિકંદરે આજે તો બન્ને ભાઇને મારી નાખવા છે કહી મારી નાખવાના ઇરાદે ધારિયા વડે બન્ને ભાઇઓ ઉપર હુમલો કરી હસનને માથા ઉપર તેમજ કાન પર ધારિયાના ઘા મારી તેનો અડધો કાન કાપી નાખ્યો હતો, તો અબ્બાસભાઇને પણ ડાબા કાનના ભાગે ધારિયા વડે ઇજા પહોંચાડી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે મીઠીરોહરના માથાભારે સિકંદરે ત્રણ ચાર મહીના પહેલાં જ ગાંધીધામના બસ સ્ટેશન સામે ફરજ પર ઉભેલા પોલીસ કર્મી સાથે બોલાચાલી કરી છરી ઉગામી હુમલાનો પ્રયાસ કર્યો હતો. અબ્બાસભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ સિકંદર વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. તપાસ પીએસઆઇ જી.કે.વહુનિયા ચલાવી રહ્યા છે.

ગાળો બોલવાની ના પાડતાં યુવાનને પથ્થર માર્યો
ગાંધીધામના જીઆઇડીસી એ.વી.જોષી કંપનીના વર્કશોપ સામેના ઝૂંપડામાં રહેતા 39 વર્ષીય બાબુભાઇ હમીરભાઇ ગોહિલ ગત સાંજે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે તે જ વિસ્તારમાં રહેતો મંગળ રતન દાફડા શેરીમાં રમી રહેલા નાના છોકરાઓને ગાળો આપી રહ્યો હતો. જેને તેમણે ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા મંગળે તેને પથ્થરનો ઘા કરી માથામાં ઇજા પહોંચાડી હતી. બાબુભાઇએ બી-ડિવિઝન પોલીસ મથકે તેના વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...