તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પૂર્વ કચ્છના સાયબર પોલીસ મથકનું ઇ-લોકાર્પણ કરાયું

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૃહ રાજ્યમંત્રીએ 10 જિલ્લામાં કરાવ્યો આરંભ
  • ડિઝિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમને અંકુશમાં લેવાનો પ્રયત્ન

ગાંધીધામ ખાતે એસપી કચેરીના કમ્પાઉન્ડમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પૂર્વ કચ્છ સાયબર પોલીસ મથકનું કચ્છ બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયા, પૂર્વ કચ્છ પોલીસવડા મયૂર પાટિલ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કર્યું હતું.

ડીઝીટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમને કાબુમાં લેવા ગૃહ વિભાગ ગુજરાત સરકાર સચિવાલય ગાંધીનગરના ઠરાવ મુજબ 2020-21 માં 10 જિલ્લાઓમાં સાયબ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. જે પૈકી પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એસપી કચેરી કમ્પાઉન્ડમાં એલસીબીની કચેરી ઉપર શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...