આક્ષેપ:‘જાદુઇ કરીશ્મા’ને કારણે ગાંધીધામ પાલિકાને સફાઇમાં ત્રીજો નંબર મળ્યો?

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઇ સર્વેક્ષણમાં આવેલા તારણ પછી શહેર કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ
  • સર્વેક્ષણ કરનારાને પાલિકાના અધિકારી- પદાધિકારીએ શંુ બતાવ્યું? : કલેક્ટરને ઢંઢોળ્યા

રાષ્ટ્રીય કક્ષાએ સફાઇ સર્વેક્ષણના આવેલા પરીણામમાં ગાંધીધામ પાલિકાનો ઝોનમાં ત્રીજો નંબર આવ્યો તેના પરીણામે પ્રબુદ્ધ નાગરીકો માથું ખંજવાળતા થઇ ગયા છે. શહેરમાં સફાઇ કેટલીક વખત થતી ન હોવા સહિતના મુદ્દે ફરીયાો ઉઠે છે ત્યારે જાદુઇ કરીશ્માથી પાલિકાનો નંબર આવ્યા હોવાનું તારણ શહેર કોંગ્રેસના પ્રમુખે કાઢ્યું છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, સફાઈ સર્વેક્ષણ 2021 મોટા મોટા બેનર લગાડીને સફાઈના નામે ખોટા દેખાડો કરતી ગાંધીધામ નગરપાલિકા ઝોન કક્ષાએ ત્રીજો નંબર કેમ મળી ગયો એ જ સમજાતું નથી ગાંધીધામ-આદિપુરની પ્રબુદ્ધ જનતા એકબીજાને સવાલ કરી રહી છે. કચરાની ગાડીઓ પણ અઠવાડિયામાં એકાદ વાર જ દેખાય છે. ગાંધીધામ નગરપાલિકાની ત્રીજો નંબર મળતો હોય તો એનો મતલબ કોઈ જાદુઈ કરિશ્મા થઈ ગયો છે.

સર્વેક્ષણ કરનારાઓને શું બતાવી નગરપાલિકાના સત્તાધીશોએ જેમકે નગરપતિ કારોબારી ચેરમેન ચીફ ઓફિસર તથા નગરપાલિકા અધિક્ષકે સફાઈમાં ઝોન કક્ષાએ ત્રીજો નંબર મેળવ્યો છે. કચરો ઉપાડતી ગાડીઓ પણ હમણાં સમય પર આવતી નથી સફાઈ કામ પણ થતું નથી લોકોને સફાઈ બાબતની ફરિયાદો દરેક વોર્ડ ઓફિસોમાં થતી હોય છે. પણ સર્વેક્ષણવાળાઓએ એવું કંઈ જોયું નહીં હોય કે વોર્ડ કક્ષાએ જઈ ને તો કોઇ સર્વે કર્યો નહિ હોય લોકોના અભિપ્રાય લેવામાં આવ્યો નથી.

અલગ ટીમ દ્વારા સર્વે કરાવો
ગાંધીધામના સુંદરપુરી પાણીના ટાંકા પાસે આવેલ ટિલવાણી હોસ્પિટલ, ગણેશનગર, સુંદરપુરી વિસ્તાર, ચાવલા ચોક પાછળ એ બધી જગ્યાએ ગંદકી કચરાનાગંજ અને ગટરો ઊભરાતી હોય છે તો સર્વેક્ષણવાળાઓને જાદુઈ ચમા નગર પાલિકાના અધિકારીઓએ પહેરાવેલ હતા કે પછી સર્વેક્ષણ વાળાઓ ઉપર પણ કોઈ અલગ સંયુક્ત ટીમ દ્વારા સર્વેક્ષણ થવું જોઈએ એવું નથી લાગતું ? તેવો પ્રશ્ન ગાંધીએ ઉઠાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...