તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે સિક્સ લેન પણ ટુંકો પડે છે!:ઔદ્યોગિક નગરીમાં વધી રહેલા વાહન વ્યવહારને લીધે

ગાંધીધામ23 દિવસ પહેલાલેખક: અર્પણ અંતાણી
  • કૉપી લિંક
  • બે મેજર પોર્ટને સાંકળતા અને દૈનિક 7થી 8 હજાર વાહનોની આવન-જાવન ધરાવતા હાઇવેની હાલત આવી તો ન જ ચાલે !
  • આડેધડ પાર્કિંગ અને વર્ષોથી અધૂરા કામો પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર : સર્વિસ રોડ તો દબાઇ જ ગયા

કચ્છનું આર્થિક પાટનગર ગણાતા ટ્રાન્સપોર્ટેશનના હબ ગણાતા ઔદ્યોગિકનગર ગાંધીધામના વાહન વ્યવહારને હવે 8 વર્ષ પહેલાં સગવડ રહે તે હેતુ થી બનાવાયેલો સિક્સ લેન પણ ટુંકો પડી રહ્યો હોવાનું પ્રતિત થઇ રહ્યું છે કારણ કે,દેશના નંબર 1 મહાબંદર કંડલા તેમજ ઉદ્યોગોને કારણે આ હાઇવે ઉપર દૈનિક સરેરાશ 7,000 થી 8,000 વાહનો દોડે છે પણ આડેધડ પાર્કિંગ, ટ્રાફિક સેન્સનો અભાવ અને આ હાઇવે ના વર્ષોથી અધૂરા પડેલા કામો તેમજ આ હાઇવે ની જે કંપની પાસે જવાબદારી છે તેની પાસે કોઇ સવલતો ન હોવાને કારણે 4 થી 5 કિલોમીટર સુધી અને કલાકો સુધીના ટ્રાફિકજામની સમસ્યાથી ત્રસ્ત ટ્રાન્સપોર્ટરો તેમજ આ હાઇવે પર અવર જવર કરતા લોકો કહે છે હવે તો 8 લેન જોઇએ.

મહાબંદર કંડલા અને અનેક ઉદ્યોગો ધમધમતા હોવાને કારણે વધતા ટ્રાન્સપોર્ટેશનને ધ્યાનમાં લઇ 8 વર્ષ પહેલાં કંડલાથી સિક્સ લેન બનાવાયો હતો. આ સિક્સ લેનના નિર્માણમાં સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા હતા પરંતુ ટ્રાન્સપોર્ટેશ વધતાં વધેલા વાહન વ્યવહારની સાથે સર્વિસ રોડ આડેધડ પાર્કિંગને કારણે સતત ખીચોખીચ ભરેલા હોય છે અને નેશનલ હાઇવેના બ્રીજ ઉપર પણ મોટા વાહન ચાલકો પોતાના કામ માટે વાહન પાર્ક કરી ચાલ્યા જતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત તેમજ ટ્રાફિકજામની સમસ્યાઓ રોજિંદી બની ગઇ છે. તો આ હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વર્ષોથી અધૂરા રાખી દેવાયેલા કામોને કારણે પણ ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. ટ્રાફિકજામને કારણે સમય અને ઇંધણનો માર સીધો ટ્રાન્સપોર્ટરને પડી રહ્યો છે.

8 લેનની આવશ્યકતા, જાળવણી પણ જરૂરી : ટ્રાન્સપોર્ટ સંગઠન
ગાંધીધામ મુંદ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ જયેશ રાજદેએ જણાવ્યું કે ગાંધીધામથી 10 કિમી આગળ સુધીના રોડ પર ભારે વાહનોની પાર્કિગ અને રોંગ સાઈડમાં ડ્રાઈવીંગ મોટા પ્રશ્નો છે. તો જે તે ટોલ રોડ પર થતા અકસ્માતો અથવા તો કોઇ વાહન અટકે તો તેને નિયમીત ટ્રાફિકમાં અડચણરૂપ તે માટે માર્ગથી હટાવવાની જવાબદારી ટોલપ્લાઝાની બને છે.

પરંતુ આ તમામ પ્રક્રિયાઓમાં પ્રમાણમાં ઘણી ધીમી ગતીએ ચાલે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે. સમયની માંગ છે કે માળીયા સુધીનો માર્ગ 6 લેન બનવો જોઇએ અને અહિથી માર્ગ 8 લેનનો બનવો જોઇએ. તે સાથે જરૂરી ક્રેન, એમ્બ્યુલન્સ અને ટ્રાફિક નિયમનનું પાલન નિયમીતતા અનુસાર થાય તે પણ આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...