ગાંધીધામ તાલુકાના ગળપાદર પાસેથી પસાર થતા નેશનલ હાઈવ પર અધુરા કામોના કારણે ત્રણ કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સામાન્યની સાથે પોર્ટના ટ્રાફીકનો ભાર પણ જેના સીરે છે તે નેશનલ હાઈવે 8ના ગળપાદર થી અંજાર જતા રોડના સર્વિસ રોડનું અને તે સહિતના કામો અધુરા હોવાના કારણે અહિ વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાઈ ચુક્યા છે અને ટ્રાફીકજામ થવાની સમસ્યા પણ દર થોડા સમયે થાય છે.
ગુરુવારના સવારે 9 વાગ્યાથી બીએસએફ કેમ્પના મુખ્ય ગેટ સામે થી અંજાર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. બપોરના 12 વાગ્યા સુધી આજ સ્થિતી રહી હતી, જે ત્યારબાદ બપોર સુધીમાં અંકુશમાં આવી હતી. સતત અકસ્માતો અને ટ્રાફીકથી કંટાળીને અત્યાર સુધી બે વાર સ્થાનિકોએ એકત્ર થઈને આ રોડ ચક્કાજામ પણ કર્યો હતો, જ્યારે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ત્રણ મહિનામાં કામ કરવાનું આશ્વાસન અપાયું હતું, પરંતુ તે સમયાવધી મુજબ ચાલતું ન હોવાની રાવ સતત ઉઠતી રહી છે. આ અંગે નેશનલ હાઈવે ઓથોરીટીનું મંતવ્ય જાણવા પ્રયાસ કરાતા થઈ શક્યો નહતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.