NIAની એન્ટ્રીના ભણકારા:મુન્દ્રા પોર્ટમાં જપ્ત ડ્રગ્સની કિંમત 3 હજાર કરોડને આંબે તેવી વકી; ત્રીજા દિવસે પણ કન્ટેનરમાંથી ટેલ્કમ પાવડરથી હેરોઈન અલગ કરવાની પ્રક્રિયા ચાલી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ એજન્સી તપાસમાં જોતરાઇ
  • ડીઆરઆઈના એડીજી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો મુન્દ્રા પહોંચ્યો
  • ડ્રગ્સની રકમ જથ્થા અને ગુણવત્તાના આધારે નક્કી થશે

મુંદ્રા પોર્ટ પર ઝડપાયેલા સંભવત હાલના સમયગાળાના સૌથી મોટા ડ્રગ્સના જથ્થાની ગણના જેમ જેમ આગળ વધી રહી છે,સૌથી એજન્સીઓના ભંવા ઉંચા થઈ રહ્યા છે. સુત્રોનું માનીયે તો સતત ત્રીજા દિવસે પણ ચાલેલી તપાસમાં બીજા કન્ટેનરમાંથી મળેલા જથ્થાને મળીને અત્યાર સુધી અંદાજે કુલ 3 હજાર કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે, પરંતુ હજી ગણના ચાલુ છે અને તેની અંતિમ રકમ માત્ર તેના જથ્થા સાથે નહિ, પરંતુ ગુણવતાના આધારે પણ નક્કી કરાશે. કેટલાક તજજ્ઞો કેસને જોતા આ માત્ર કચ્છ નહિ, દેશભરમાં સૌથી મોટો ડ્રગ્સ સ્મગલીંગનો કેસ ગણાવીને અંતે કુલ જપ્ત જથ્થાની કિંમત 5 હજાર કરોડ સુધી પણ પહોંચી શકે, તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

મંગળવારના રાત્રે ડીઆરઆઈની ટીમે મુંદ્રા પોર્ટ પર ઈરાનથી ઈમ્પોર્ટ થયેલા બે કન્ટેનરને રોકાવીને ખોલાવીને કાર્ગો ચેકીંગ આરંભ્યો હતો. આ બન્ને કન્ટેનરમાં ટેલ્કમ પાવડર હોવાનું ડિક્લેર કરીને કાર્ગોનું ઓરીજન અફઘાનિસ્તાન દર્શાવાયું હતું જ્યારે કે તેને લોડ ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ થી કરાયું હતું. પરંતુ જ્યારે પહેલા કન્ટેનરને ખોલીને તપાસાયું તો તેમા રહેલી મોટી બેગમાં તમામ પાવડર એક સરખા માલુમ થતા એનસીબીની ટીમને અમદાવાદ અને રાજકોટથી બોલાવાઈ હતી. જેમણે સ્થળ પરીક્ષણ કરીને પાવડરમાં હેરોઈનની માત્રા હોવાની પુષ્ટી કરી હતી.

ત્યારબાદથી એક એક થેલાની ચાલી રહેલી તપાસ મંગળ, બુધવાર બાદ ગુરુવારે પણ ચાલુ રહી હતી. ત્રીજા દિવસે ઝડપાયેલા બેમાંથી બીજા કન્ટેનરના કાર્ગોની તપાસ કરાઈ હતી. જેમાં મોડી રાત સુધી થયેલી પ્રક્રિયા અંગે આંતરીક આધારભુત સુત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અંદાજે ત્રણ હજાર કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતો જથ્થો ઝડપાયો હોય તે સંભવ છે. જોકે, હજી કેટલાક બેગની તપાસ હજી ચાલુ છે અને ડ્રગ્સની ગુણવતા સહિતના માપદંડોની ખરાઈ કર્યા બાદ તમામ અંગે સતાવાર રીતે ડીઆરઆઈ નિવેદન બહાર પાડશે. ગુરુવારના બપોર થતા સુધીમાં ડીઆરઆઈ અમદાવાદ ઝોનલના એડીજી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યો હતો. માત્રા, ગુણવતા અને કિંમત નિર્ધારણ સહિતની પ્રક્રિયા પુર્ણ થયા બાદ ઈન્વેસ્ટીગેશનના ફલક પર નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની એન્ટ્રી થાય તેની સંભાવના ઉચ્ચ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

તાલીબાન શાસિત અફઘાનથી ડ્રગ્સની સપ્લાય ચિંતાજનક
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા સતાપલટા બાદ તાલીબાન સતારુઢ થઈ ગયું છે ત્યારે એક તરફ જ્યાં આંતરરાષ્ટ્રીય બીરાદરીમાં આપસી વેપાર કરવો કે કઈ રીતે કરવો તેને લઈને અસમંજસનો માહોલ છે ત્યાં અફઘાનિસ્તાનથી આવતા કાર્ગોમાં ડ્રગ્સની સીધી સપ્લાય આવતા ભારત સહિત અન્ય દેશો માટે પણ ચીંતાનો સબબ બન્યો છે. કેમ કે હજી વૈશ્વીક સંગઠનોએ તેમને માન્યતા આપવા અંગે મન નથી મનાવ્યું, જેથી કોઇ કાયદાકીય કાર્યવાહીમાં તેમના પર દબાણ લાવી શકાય તેવી સ્થિતિ પણ હાલ નથી.

મુન્દ્રા બાદ માયાવી નગરી મુંબઈમાં પણ આજ રાહે ડ્રગ્સનો કારસો ઝડપાયો
મુંદ્રામાં હેરોઇનનો મોટો જથ્થો ડીઆરઆઈએ ઝડપ્યા બાદ નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા મુંબઈના નાવાશીવા પોર્ટ પર પણ આજ પ્રકારનું ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. શું આયાતકાર પેઢી બન્નેની સરખી છે કે અલગ તે અંગે હાલ મગનું નામ મરી એજન્સીઓ પાડવા માંગતી નથી.

અન્ય સમાચારો પણ છે...