મુન્દ્રા પોર્ટથી ઝડપાયેલા ડ્રગ્સ રેકેટના તાર દિલ્હી સાથે જોડાયા બાદ તેની મહતમ તપાસનો દાયરો તેની આસપાસજ બનીને રહી ગયો છે. તપાસમાં સતત ખુલી રહેલી નવી કડીઓમાં હવે ડ્રગ્સનું માઈક્રો સ્તરે વેંચાણ કઈ રીતે થતું ત્યાં સુધી કાનુનના લાંબા હાથ પહોંચી ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સુત્રોએ જણાવ્યું કે આ અંગે બે ડાન્સ ગર્લની પૂછપરછ કરીને રાઉન્ડ અપ કરાઈ હતી.
દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદ આસપાસ પ્રવર્તી રહેલા પેજ થ્રી કલ્ચરના કારણે ડ્રગ્સનો વેપલો નબીરાઓમાં મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. જેની માંગને સંતોષવાજ અને દેશને ટ્રાન્સીટ પોઇન્ટ તરીકે યુઝ કરવા અફઘાનિસ્તાનથી મોટા પાયે હેરોઈન જેવી ડ્રગ્સને ઘુસાડવાનું તરકટ ચાલતું રહે છે. મુંદ્રામાં જપ્ત થયેલા જથ્થા અગાઉ પણ એક કન્સાઇમેન્ટ જે જુનમાં પસાર થયું હતું.
તેનો જથ્થો દિલ્હી થઈને ક્યાં ક્યાં ગયો તેની ચાલતી તપાસની એક કડી રુપે બે યુવતીઓની પૂછપરછ કરીને રાઉન્ડઅપ કરાઈ હતી, જે ડાન્સગર્લ તરીકે કામ કરતી હતી અને અલગ અલગ ખાનગી પાર્ટીઓમાં જઈને મનોરંજન સાથે ડ્રગ્સ પણ પીરસતી કે વેંચતી હતી. તેણે કોને અને કેટલો જથ્થો આપ્યો છે, તેમાં જાણીતા નબીરાઓના નામ ખુલી શકે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
નોંધવુ રહ્યું કે ત્રણ મહિના પહેલા મુંદ્રા પોર્ટ પર અફઘાનિસ્તાન થી વાયા ઈરાન થઈને ટૅલ્કમ પાવડર હોવાનું જણાવીને બે કન્ટેનર આવ્યા હતા, જેને ચેક કરતા ત્રણ ટન હેરોઈન, એટલે કે જેની કિંમત ખરેખર માર્કેટ કિંમત અનુસાર 21 હજાર કરોડ જેટલાનો જથ્થો જપ્ત કરાયો હતો. આ પ્રકરણમાં આયાતકાર ચેન્નઈના દંપતી, કૌભાંડમાં મુખ્ય ભુમિકા ભજવનારા ત્રણેક લોકો તેમજ અન્ય છ જેટલા અફઘાનિસ્તાનની નાગરિકોને અત્યાર સુધી ડીઆરઆઈ અને ત્યારબાદ હવે એનઆઈએ દ્વારા ઝડપી પડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.