તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજન્સી સતર્ક:ઈરાનથી કન્ટેનરમાં ડ્રગ્સ મુંબઈ આવ્યું, કંડલા- મુન્દ્રા આવી શકે છે!

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડોઈની હોટલમાં મોડી રાત સુધી ચાલી તપાસ
  • ડ્રગ્સના સંભવિત સ્મગલિંગના પ્રયાસને લઈને એજન્સી સતર્ક

મુંબઈના જેએનપીટી પોર્ટ પર ડીઆરઆઈએ ઝડપેલા 2 હજાર કરોડના જંગી ડ્રગ્સના જથ્થા બાદથી દાણચોરીની સર્વાધિક સંભાવનાઓ ધરાવતા કંડલા મુંદ્રા પોર્ટમાં સુરક્ષા વ્યવસ્થાને આ દિશાને ધ્યાનમાં રાખીને સઘન કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. તો આજ પ્રકરણને લઈને અંજારના ખેડોઈ પાસે હોટલમાં કરાયેલી તપાસમાં કાંઈ શંકાસ્પદ ના મળ્યું હોવાનું જાણવા મળે છે.

ગત સપ્તાહે મુંબઈ પોર્ટમાં ઈરાનના ચાબહાર પોર્ટથી લોડ થયેલા આવેલા બે કન્ટેનરમાંથી હેરોઈન ડ્રગ્સના છ પેકેટ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 2 હજાર કરોડ થવા જાય છે. દેશના સૌથી મોટું સરકારી અને ખાનગી પોર્ટ એવા ડીપીટી, કંડલા અને મુંદ્રા પોર્ટ બને કચ્છમાં આવેલા છે ત્યારે અહિથી આ પ્રકારના ડ્રગ્સની દાણચોરીના પ્રયાસ થઈ શકે છે તે સંભાવનાના આધારે કસ્ટમ સહિતની રેવન્યુ અને સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી સંભવિત ડ્રગ્સના રુટ અને શંકાસ્પદ કાર્ગો પર વિશેષ વોચ રાખવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

મુંબઈના ડ્રગ્સ મામલે તપાસનો રેલો અંજાર તાલુકાના ખેડોઈ ગામ પાસે આવેલી એક હોટલ સુધી પહોંચ્યો હતો. જ્યાં બુધવારના મોડી રાત સુધી તપાસ કર્યા બાદ સ્થળ પરથી કશુ શંકાસ્પદ ન મળ્યુ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ અન્ય દિશાઓમાં તપાસ ચાલતી રહેશે તેવું મુંબઈની ટીમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. નોંધવું રહ્યું કે, ભૂતકાળમાં પણ લાલચંદન, ગોલ્ડ અને ડ્રગ્સ સહિતના કન્સાઇનમેન્ટ અહીં આવી ગયાના દાખલા બની ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...