કાર્યવાહી:ડ્રગ્સ સ્મગલિંગ કેસનો આરોપી કોર્ટમાં રજુ, 14 દિવસની જયુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DRI એ રિમાન્ડ પુરા થાય તેના એક દિવસ પહેલાજ રજુ કર્યો : કુલ 3 આરોપી પાલારાના હવાલે થયા
  • ઈરાનથી હેરોઈનનો જથ્થો લોડ કરવાની પ્રક્રિયામાં કડીરુપ ભુમિકા ભજવી હોવાની શંકા

ડિરેક્ટ્રોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ કોર્ટે આપેલા આરોપીના રિમાન્ડ પુરા થાય તેના એક દિવસ પહેલાજ કોર્ટમાં રજુ કરીને વધુ એક વાર સહુને ચોંકાવી દીધા હતા. કોર્ટે પ્રક્રિયાઓ મુજબ 14 દિવસની જયુડીશીયલ કસ્ટડીમાં પાલારા જેલ હવાલે કરી દીધો હતો.

11 સપ્ટેમ્બરના મુંદ્રા પોર્ટમાં અફઘાનિસ્તાનથી આવેલા અને ઈરાનથી બે કન્ટેનરમાં લોડ થયેલા 21 હજાર કરોડથી વધુની કિંમતના ત્રણ ટન જેટલો હેરોઈન ડ્રગનો જથ્થો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો હતો. જેની તપાસમાં છેલ્લે કોઇમ્બતુરના રાજકુમાર પી.ને 25સપ્ટેમ્બરના ડીઆરઆઈએ ધરપકડ કરી હતી, જેને 26મીએ ભુજની વિશેષ એનડીપીએસ કોર્ટ સમક્ષ રજુ કરવામા આવતા કોર્ટે 4 ઓક્ટોબર સુધીના રિમાન્ડ આપ્યા હતા.

વધુ એક વાર અનપેક્ષિત પગલુ ભરીને ડીઆરઆઈએ રિમાન્ડ પુરા થાય તે પહેલાજ રવિવારના દિવસે કોર્ટ સમક્ષ રજુ કરી દીધો હતો. વધુ રિમાન્ડની માંગણી ન કરાપીને કોર્ટ નિયમીત 14દિવસની જયુડીશીયલ કસ્ટડીમાં ભુજની પાલારા જેલ મોકલી અપાયો હતો. આ આરોપી પર ઈરાનથી જથ્થાને લોડ કરવાની પ્રક્રિયામાં તેમજ શીપમેન્ટ ગોતવાની ગતીવીધીમાં કડીરુપ ભુમિકા ભજવી હોવાની શંકા છે. આ અગાઉ ડીઆરઆઈએ આ કન્સાઈમેન્ટને મંગાવનાર આંધ્રપ્રદેશની વીજયવાડા કંપનીના ડાયરેક્ટર પદે રહેલા દંપતી સુધાકર અને વૈશાલીની ધરપકડ કરી હતી.

જે કુલ 11 દિવસ ડીઆરઆઈ પાસે રિમાન્ડમાં રહ્યા બાદ, ભુજની પાલારા જેલ મોકલી અપાયા હતા. આમ, મુંદ્રા ડ્રગ્સ પ્રકરણ ઝડપાયાના 20 દિવસના અંતરાલમાં અત્યાર સુધી ગાંધીધામની ડીઆરઆઈએ ત્રણ કડી રુપ આરોપીઓને ઝડપીને ભુજની જેલ સુધીનો રસ્તો દેખાડી દીધો છે. તો દિલ્હી ડીઆરઆઈ, ઈડી અને એનસીબીની ટીમોએ આ પ્રકરણની માહિતીઓ મેળવીને તે આધારે નોઈડા, દિલ્હીમાં દરોડા પાડીને વધુ 14 કિલો હેરોઈન સાથે 7થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુંદ્રા સ્મગલિંગ પ્રકરણ સાથે જોડાયેલા છે. જેમાં 6 અફઘાન, એક ઉઝબેકના નાગરિક અને બાકીના ભારતીય છે.

અન્ય સમાચારો પણ છે...