તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DRIની કાર્યવાહી:મુદ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સની બાતમી, બે કન્ટેનરની તપાસ

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુદ્રા પોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
મુદ્રા પોર્ટની ફાઇલ તસવીર

મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા ડ્રગ્સ આયાત થયાની બાતમીના આધારે ટીમે બે કન્ટેનર રોકીને તપાસ હાથ ધરી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે મોડી રાત સુધી આ તપાસનો સીલસીલો ચાલુ રહ્યો હતો.

ડીઆરઆઈની ટીમ મુન્દ્રા પોર્ટ પર મંગળવારના મોડી સાંજ બાદ ધસી ગઈ હતી અને સંભવિત ગલ્ફ દેશોથી આવેલા બે કન્ટેનરને રોકીને તેના કાર્ગોની તપાસ હાથ ધરી હતી. આ બન્ને કન્ટેનરમાં ટેલ્કમ પાવડર હોવાનું ડિક્લેર કરાયું હતું. પરંતુ તેની જગ્યાએ ડ્રગ્સનો જથ્થો આયાત કરાયો હોવાનું સામે આવવા પામતા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધી બન્ને કન્ટેનરમાંથી તમામ જથ્થો બહાર કાઢીને તેની ચકાસણી હાથ ધરવામાં આવી રહી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે કેમીકલયુક્ત ડ્રગ્સ એટલે કે હિરોઈન, એમડી સહિતનો જથ્થો હોવાની સંભાવનાઓ રહેલી છે. પરંતુ સતાવાર રીતે જ્યાં સુધી લેબોરેટરીમાં આ જથ્થો સાબીત ન થાય ત્યાં સુધી તેવો મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગલ્ફ દેશથી આવેલા આ કન્સાઈમેન્ટની તપાસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અન્ય એજન્સીઓ પણ આ સાથે જોડાય તેવી સંભાવના જોડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...