તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત બિજા દિવસે માર્ગો રક્તરંજીત:ગાંધીધામ-મુન્દ્રા હાઇવે પર ઊભેલા ટ્રકમાં બીજી ટ્રક અથડાતાં ચાલકનું મોત

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે સિગ્નલ કે આડશ રાખ્યા વગર ટ્રક પાર્ક કરી ચાલ્યો જનાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો
  • પૂર્વ કચ્છમાં વાહન ચાલકોની બેદરકારીને કારણે બે જીવલેણ અકસ્માતો સર્જાયા

ગાંધીધામથી મુન્દ્રા હાઇવે પર બંધ ટ્રક કોઇ પણ સિગ્નલ કે આડશ રાખ્યા વગર ઉભેલા ટ્રકમાં પાછળ આવતી બીજી ટ્રક તેમાં અથડાતાં યુવાન ચાલકે જીવ ગુમાવ્યો છે. આ હાઇવે પર મોટા વાહન ચાલકોની બેદરકારીને કારણે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મુળ અજમેર રાજસ્થાનના હાલે સામખિયાળીના અંજની રોડલાઇન્સમાં ટ્રક ચલાવતા 30 વર્ષીય યુસુફખાન જમાલખાન મેરાત અને 22 વર્ષીય વિજય પેમાભાઇ કઠાત મોરબીથી ટાઇલ્સ ભરી બે અલગ અલગ ટ્રક લઇ મુન્દ્રા ખાલી કરવા નિકળ્યા હતા.

વિજયની ટ્રક આગળ હતી અને યુસુફખાનની ટ્રક પાછળ હતી. ગળપાદર હાઇવે પર હ્યુંડાઇના શોરુમ સામે રસ્તા પર કોઇ પણ આડશ વગર પાર્ક કરેલી બંધ ઉભેલી ટ્રકમા઼ વિજયનું ટ્રક તેમાં અથડાયું હતું જેમાં તે દબાઇ જતાં 22 વર્ષીય વિજયનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બાબતે શેઠ મિતુલભાઇ ગઢવીને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે આવી ગયા હતા અને યુસુફખાને કોઇ પણ આડશ રાખ્યા વગર બેદરકારી પુર્વક ટ્રક પાર્ક કરીને ચાલ્યા ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પણ હાલ આ જીવલેણ ઘટનાથી મૃતક યુવાનના પરિવારમાં માતમ છવાયો હતો.

સવારે ઘટના બાદ 4 કિલોમીટર ટ્રાફિક ખોરવાયો
ગાંધીધામ મુન્દ્રા હાઇવે પર બનેલી આ ગમખ્વાર ઘટના બાદ ટ્રેઇલર વચ્ચોવચ્ચ હોવાને કારણે ચાર કીલોમિટર સુધી વાહનોની કતાર લાગી જતાં કલાકો સુધી ટ્રાફિક ખોરવાયો હતો. આ ગળપાદર રોડ ઉપર મોટા વાહન ચાલકો તમામ નિયમોને નેવે મુકી વાહન વ્યવહાર કરી રહ્યા છે. તાલપત્રી ન બાંધવી, સિગ્નલો ચાલુ ન રાખવા, રેડિયમ ન લગાડવી, જ્યાં મન ફાવે ત્યાં બીજો વિચાર કર્યા વગર આડેધડ પાર્કિંગ કરવું અને આગળ વધવાની લાહ્યમાં ખતરનાક રીતે ઓવરટેકિંગ કરવું આ તમામ બેદરકારીને કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

ચોબારી પાસે ટ્રક અડફેટે છોટા હાથીના ચાલકનું ઘટનાસ્થળે મોત
ચોબારી પાસે રેલ્વે સ્ટેશન નજીક ટ્રક અડફેટે છોટા હાથીના ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. ગત મધરાત્રે બનેલી આ ઘટનાથી ચોબારી ગામમાં માતમ છવાયો હતો. ભચાઉના ચોબારી ખાતે રહેતા 42 વર્ષીય કરશન દેવકરણ મસુરિયા ગત રાત્રે ભચાઉ કામ પૂર્ણ કરી છોટા હાથી ગાડી લઇને પોતાના ગામ પરત આવી રહ્યો હતો ત્યારે રાત્રે 1 વાગ્યાના અરસામાં ચોબારી પાસે રેલ્વે સ્ટેશન નજીક ટ્રકે છોટા હાથીને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ થવાને કારણે 42 વર્ષીય કરશનભાઇનું મોત નિપજ્યું હતું. પોલીસ ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ કરી રહી છે. પણ આ જીવલેણ ઘટનાએ એક પુત્રી અને પુત્રનું પિતાનું છત્ર છીનવી લીધું છે. ગામમાં મહારાજના હુલામણા નામે ઓળખાતા અને સેવા ભાવી સ્વભાવના ચોબારીના વિપ્ર યુવાનના મોતથી બ્રહ્મ સમાજ તેમજ ગામમાં માતમ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...