તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પડાણા પાસે આગળના વાહનમાં ટ્રેઇલર અથડાતાં ચાલકનું મોત

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષોથી બનતા પુલ પાસે વધુ એક જીવલેણ અકસ્માત
 • પોલીસ મથકમાં મૃતક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો પણ જવાબદાર કોણ ?

ગાંધીધામ નજીક પડાણાના વર્ષોથી નવા બની રહેલા પુલ પાસે આગળ જઇ રહેલા વાહનમાં ટ્રેઇલર અથડાતાં ટ્રેઇલર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજતાં આ અધૂરા પુલ ઉપર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મુળ રાજસ્થાનના હાલે ગાંધીધામના પી.જે.ટ્રાન્સલીફ્ટર્સનું ટ્રેઇલર ચલાવતા રવિન્દ્રકુમાર તુલસારામ જાટે ફરીયાદ નોંધાવી છે કે તા.3/12 ના વહેલી સવારે તેઓ અને તેમની ટ્રાન્સપોર્ટના અન્ય ટ્રેઇલર ચાલક મુલારામ ખેમારામ જાટ બે ટ્રેઇલરમાં મુન્દ્રાથી રદ્દી પેપર(પસ્તી) ભરીને મોરબી ખાલી કરવા ગયા બાદ રાત્રે ત્યાંથી પરત આવવા નિકળ્યા હતા મુલારામનું ટ્રેઇલર આગળ હતું અને તેમનું પામછળ વહેલી પરોઢે પડાણા નજીક નવો પુલિયો બની રહ્યો છે

ત્યાં મુલારામનું ટ્રેઇલર આગળના વાહનમાં ધડાકાભેર ટકરાતાં કેબિનમાં દબાઇ ગયેલા 33 વર્ષીય મુલારામને બહાર કાઢી 108 મારફત રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ ફરજ પરના તબીબે અન્ય લઇ જવાનું કહેતાં જૈન સેવા સમિતિ ખસેડાયા હતા ત્યાં પણ અન્ય લઇ જવાનું કહેતાં ડીવાઇન લાઇફ હોસ્પિટલ પહોંચે તે પહેલાં મુલારામે દમ તોડ્યો હતો. આ બાબતે તેમણે પહેલાં તાત્કાલિક તેમના શેઠ જયેશભાઇ રાવલને જાણ કરતાં તેઓ પણ આવી ગયા હતા. આ બનાવમાં બી-ડિવિઝન પોલીસ મથકે મૃતક વિરૂધ્ધ બેદરકારી પૂર્વક ચલાવતાં અકસ્માત થયો હોવાનો ગુનો નોંધાયો છે.

પુલનું પૂરૂં ન થતું કામ કેટલાનો જીવ લેશે?
2016ના કાળી રાત્રે ધોધમાર પડતા વરસાદ વચ્ચે પડાણા પાસેના પુલમાં એકતરફનો ભાગ તુટી ગયો હતો. ત્યારબાદથી શરૂ થયેલા સંઘર્ષમાં નેશનલ હાઈવે ઓથોરીટીની બેદરકારીના કારણે હજી સુધી કામ પુરુ થઈ શક્યું ન હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહી હતી. અત્યાર સુધી ઘણા જીવલેણ અકસ્માતોનું સાક્ષી બની ચુકેલુ પડાણા પુલીયાનું કામ હજી કેટલાનો જીવ લેશે ? તેવો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો