તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:ઝોન ગોલાઇ પાસે બે ટ્રેઇલર અથડાતાં ચાલક ઇજાગ્રસ્ત

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ પાર્કિંગથી સર્જાતા અકસ્માત

ગાંધીધામ નજીક ઝોન ગોલાઇના બ્રિઝ ઉપર ચાલુ વરસાદે આડેધડ પાર્ક કરેલાન ટ્રેઇલરમાં પાછળ આવી રહેલું ટ્રેઇલર અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકને ફ્રેક્ચર સહીતની ઇજાઓ પહોંચી હતી. વહેલી પરોઢે 4 વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં મુળ રાજસ્થાનના અને હાલે ગાંધીધામ પ્રાચી હહેંન્ડલિંગમાં રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સુરેશભાઇ બગદીરામ રબાી તા.11/7 ના સવારે ટ્રેઇલર લઇને મોરબી ગયો હતો અને રાત્રે 11 વાગ્યાના અરસામાં કંડલા પોર્ટ પહોંચ્યો હતો પોર્ટમાં પરોઢે 3 વાગ્યે ગાડી ખાલી કરીને ગાંધીધામ માટે રવાના થયો હતો ત્યારે 4 વાગ્યાના અરસામાં ઝોન ગોલાઇ બ્રીજ પાસે ચાલુ વરસાદમાં આડેધડ પાર્કિંગ કરાયેલા આરજે-09-જીબી-9229 નંબરના ટ્રેઇલરમાં તેમનું ટ્રેઇલર અથડાઇ જતાં તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.

આ બાબતે તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આડેધડ પાર્ક કરી અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ગાંધીધામ કંડલા હાઇવે પર રાત્રે કોઇ પણ સિગ્નલ આપ્યા વિના આડેધડ મોટી ગાડીઓ પાર્ક થતી હોય છે અને રેડિયમ પણ ન લાગાવેલું હોતાં અવાર નવાર આડેધડ પાર્કિંગ નાના મોટા અકસ્માતો સર્જે છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો