તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામના સેઝમાં થોડા ગત થોડા દિવસોમાંજ ડીઆરઆઈની ટીમે ફરી લટાર મારતા ચકચાર પ્રસરી હતી. સોપારીના આયાતમાં ડ્યૂટી ચોરી આચરાઈ હોવાના મુદે આ તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં ગત એક મહિનાથી એક બાદ એક તપાસનીસ એજન્સીઓનું આવા ગમન સતત ચાલી રહ્યું છે. ગત મહિને અમદાવાદ ડીઆરઆઈની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તો ત્યારબાદ ઈંકમટેક્સ વિભાગ દ્વારા રાજકોટની ટીમ થકી પણ બે ગુટકા કંપનીઓમાં તપાસનો દોર આરંભાયો હતો.
જેનો સીલસીલો હજી પણ ચાલી રહ્યાનું સુત્રો જણાવી રહ્યા છે. તો તે વચ્ચે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ, ગાંધીધામ દ્વારા કાસેઝમાં આવેલા એક એજન્ટને ત્યાં તપાસ હાથ ધરી પૂછપરછ આદરી હતી. કામ કરવા માટે જરૂરી પરવાના વીના માત્ર ઓળખીતાઓ પીઠબળથી ચાલતા કામનું એક કારણ આ પાછળ મહત્વનું હોવાનું જાણવા મળે છે. તો બીજી તરફ આ સમગ્ર તપાસના મુળમાં સોપારીની આયાત અને તેમાં કરાતી ડ્યૂટી ચોરીનું કારણ મુખ્ય રહ્યું હોવાનું પણ સપાટી પર આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોપારી બે કેટેગરી આધારીત ઈમ્પોર્ટ થાય છે, એક પ્રોસેસ થયેલી એટલે કે તેમાં તેના ટુકડાઓ હોય છે અને બીજી નોન પ્રોસેસ, એટલે કે આખી સોપારી. જેમાંથી એકમાં ડ્યુટીનું પ્રમાણ વધુ છે, જ્યારે કે અન્યમાં નથી. ઉપરાંત એક કેટેગરીમાં અન્ય સ્કીમનો લાભ પણ મળી રહે છે. જેથી અયોગ્ય રીતે સોપારીના જથ્થાને ડ્યુટી ના ભરીને આર્થિક લાભ ખાટવાના ઉદેશ્ય સાથે ડ્યુટી ચોરી કરવા એકના બદલે બીજી કેટેગરીમાં દર્શાવવામાં આવી હોવાનું પ્રકાશમાં આવતા આ કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યાનું સુત્રોએ જણાવ્યું હતું. જોકે, સતાવાર કોઇ માહિતી આ કાર્યવાહી અંગે બહાર આવવા પામી નહતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.