ભુજ:કિડાણા ગામની 40 હજારની વસ્તીને પીવાના પાણીના વલખાં

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ આડેધડ કનેકશન લઇ લીધા

કચ્છની આર્થિક પાટનગરી ગાંધીધામને અડીને આવેલા કિડાણામાં અંદાજે 40 હજારથી વધુ વસતી છે. આ વિસ્તારમાં પાણી આપવા માટે અવારનવાર રજૂઆતો થઇ ચૂકી છે પરંતુ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. બે વર્ષથી લોકોને પાણીના ટીંપેટીંપા માટે વલખા મારવાની નોબત આવી રહી છે. પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો તેમાં વચ્ચેના વિસ્તારમાં લોકોએ આડેધડ નળ કનેકશન લેતા પાણી ટાંકા સુધી પહોંચતું ન હોવાની ફરીયાદ ઉઠી હતી. હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવા નવી લાઇન નાખવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પાણીના ટાંકામાં પાણી આવ્યા પછી સમસ્યાનો હલ આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. 

તંત્રને નવી લાઇન નાખવાની ફરજ પડ્યા પછી હવે ટાંકામાં પાણી આવશે
તાલુકા પંચાયત હેઠળ આવતી ગ્રામ પંચાયતોમાં કિડાણાનો પણ સમાવેશ થાય છે. પાણીની સમસ્યા ઉકેલવા માટે લાખો રૂપિયાના ખર્ચે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો. પરંતુ શોભાના ગાંઠીયા સમાન બનેલી આ સુવિધા પુરી પાડવા માટે તંત્રમાં પાણી ન હોવાથી લોકોને પાણી મળતું ન હતું.  જ્યારે અખિલ ભારત અસંગઠીત મજદુર સંગઠનના અગ્રણી દશરતસિંહ ખંગારોતે કિડાણા જગદંબા સોસાયટીમાં પાણીની સમસ્યાનો પડઘો પાડીને લોકોને પરેશાનીમાંથી મુક્ત કરવા માગણી કરી છે. 

અન્ય સમાચારો પણ છે...