તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસનો ધમધમાટ:કાસેઝમાં ફરી DRIના દરોડા, કરોડોની ગેરરીતિ સામે આવવાની શક્યતા

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વેરહાઉસ સીલ, અમદાવાદ ડીઆરઆઈ દ્વારા તપાસનો ધમધમાટ

કાસેઝમાં ફરી એક વાર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની અમદાવાદ ટીમે દરોડા પાડીને મોટા સ્તરની કાર્યવાહી હાથ ધરી છે. આહારસામગ્રીની જાણકારી અને પ્રોસેસ અંગે ખોટી માહિતી સરકારને આપીને સરકારી તીજોરીમાં કરોડોનું ખાતર પાડવાનું કામ કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

કાસેઝમાં ગત થોડા મહિનાઓના અંતરાલમાંજ એક બાદ એક ડીઆરઆઈ દ્વારા અને કેટલાક કેસમાં કસ્ટમના એસઆઈઆઈબી સાથે મળીને રેવન્યુ ગેરરીતીઓને ઝડપી પડાઈ હતી. આજ સીલસીલાને આગળ ધપાવતા શુક્રવારના ડીઆરઆઈ દ્વારા ઝોનમાં વે પ્રોટીન, ખજુર, કાળા મરીને અને સોપારી સંલગ્ન ખાધ સામગ્રીને લઈ તપાસનો દોર આરંભાયો હતો. તેની પ્રોસેસની બાબતમાં સરકારને ચકમો આપતા તપાસ અને સેમ્પલ પ્રભાવિત ન થાય તે માટે બે વેરહાઉસને સીલ કરી દેવાયા હોવાનું જાણવા મળે છે. જોકે, આ અંગે તપાસ હાલ ચાલુમાં હોવાથી મગનું નામ મરી પાડવામાં વેઈટ એન્ડ વોચની સ્થિતિ અપનાવી રહી છે. કાર્યવાહી અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતોમાં ખાધ સામગ્રીને પ્રોસેસીંગના નામે બહાર કે ઝોનમાંજ અન્ય યુનીટમાં ખસેડાય છે અને તે અંગેની ડ્યુટી અંગેનો લાભ લેવાય છે. આ સીવાય ડિક્લેરેશન, વેલ્યુએશન અંગેની ગેરરીતીઓ પણ સપાટી પર આવી શકે છે. હાલ કરોડોની ગેરરીતી આ તપાસમાં બહાર આવે તેવી સંભાવના આંતરીક આધારભુત સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

કંડલા કસ્ટમ આખરે કરે છે શું ? નિષ્ક્રિય ભૂમિકા પર ઉઠતા જલદ સવાલ
કાસેઝની વ્યવસ્થા ખરેખર તો કસ્ટમના કંડલા વિભાગની અંદર આવે છે ત્યારે એક બાદ એક ડીઆરઆઈના દરોડાઓ કાસેઝમાં પડી રહ્યા છે ત્યારે કંડલા કસ્ટમની ભુમીકા શંકાના દાયરામાં આવી ગઈ છે. કંડલા કસ્ટામનો સંપર્ક સાધતા તેવો કોઇ પ્રત્યુતર પણ આપી શકયા નહતા. આટલા વર્ષો સુધી હાથ ધરાયેલી ખુબ ઓછી કાર્યવાહી મોટા પ્રશ્નોને જન્મ આપે છે.

અન્ય સમાચારો પણ છે...