સર્ચ ઓપરેશન:ગાંધીધામમાં 5 સ્થળોએ DRI- કસ્ટમની તપાસ, સીએચએ સહિતની પેઢીઓની કચેરી અને સંપર્કોમાં એજન્સીઓ ત્રાટકી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુબઈથી સિગારેટ- વટાણ જેવો જથ્થામાં મીસ ડિક્લેરેશન કર્યાનો મામલો

ગાંધીધામમાં ભેદયુક્ત રીતે ચાલતી શંકાસ્પદ તપાસ પર પ્રશ્નો ઉભા થતા તપાસનો દાયરો વધી ગયો છે અને ગાંધીધામ, આદિપુરમાં આ બન્ને કન્સાઈમેન્ટના આયાતકાર, કસ્ટમ હાઉસ એજન્ટ સહિતના સંપર્કોના 5 સ્થળોએ ડીઆરઆઈ અને કસ્ટમની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગત સપ્તાહે ગાંધીધામ નજીક પડાણા પાસે આવેલા એ.વી. જોશી સીએફએસમાં કંડલા કસ્ટમ અને ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ, ગાંધીધામ દ્વારા કાર્યવાહી હાથ ધરીને ચાર કન્ટેનરને રુક જાવોનો આદેશ અપાયો હતો.

જેમાં જાહેર કરાયેલા સિગારેટના કન્ટેનરમાંથી તો સુત્રોના દાવા અનુસાર સિગારેટજ નિકળી હતી, પરંતુ તેમાં તેની કેટેગરી અન્ય હતી. આ સાથે અન્ય વસ્તુઓ પણ સાથે મળી હતી, તો અન્ય એક કન્ટેનરમાંથી વટાણાનો જથ્થો પણ મળ્યો હતો, જ્યારે કે તેમાં જાહેર બીજુજ કશુંક કરાયું હતું. આ બન્ને કન્સાઈમેન્ટના આયાતકાર અલગ હોવાનો અને આ પ્રકરણ આટલા સીમીત નહિ પરંતુ મોટો વ્યાપ ધરાવતો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ પ્રકરણમાં કસ્ટમ પર ધોવાતા માછલાઓથી દિલ્હીથી પુછાણુ પણ લેવાયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...