કાર્યવાહી:કંડલામાં મશીનરી આયાત મુદે ABG સામે DRIનો પણ કેસ ચાલુ

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રેન સહિતની સામગ્રી આયાત કર્યા બાદ દસ્તાવેજ ન દેખાડી શક્યા
  • દેશના સૌથી મોટા બેન્ક કૌભાંડ કરનાર કંપનીના ખુલતા કંડલા કારનામા

દેશના સૌથી મોટા બેન્ક કૌભાંડમાં નામ ઉછળ્યા બાદ એબીજીના કંડલા ક્નેક્શનને લઈને વિવિધ બાબતો સામે આવવા પામી છે. વર્ષો સુધી એબીજીના પ્રતામે કન્ટેનર કાર્ગો હેંડલ ન કરીને પાછળ ધકેલાયા સાથે તેની સામે યોગ્ય પરવાનગીઓ સિવાય મશીનરી આયાત કર્યાનો કેસ પણ ચાલી રહ્યો હોવાનો કેસ ચાલી રહ્યો છે. ડીઆરઆઈમાં નોંધાયેલો આ કેસ કંડલામાં આયાત કરેલી ક્રેન સહિતની મશીનરી બાબતે છે, જેનો લાભ લીધા બાદ જરૂરી દસ્તાવેજો કંપની પ્રસ્તૃત ન કરી શકતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ગત દશકામાં દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં કન્ટેનર હેંન્ડલીંગ માટે પ્રવેશ લેનાર એબીજી સમુહ આજે દેશના સોથી મોટા બેન્કિંગ કૌભાંડ સાથે લીપ્ત માલુમ પડી રહ્યું છે ત્યારે તેના કંડલા કારનામાઓ પણ એક બાદ એક સામે આવી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યું કે એબીજી સામે કંડલામાં પેઢી કાર્યરત હતી ત્યારે ડાયરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સનો કેસ દાખલ કરાયો હતો. જેમાં ક્રેન સહિતની મશીનરી સામગ્રી આયાત કરાઈ હતી. જેની આયાતનો લાભ મેળવ્યા બાદ જરૂરી સબંધિત દસ્તાવેજો પ્રસ્તુત કરી ન શકતા કેસ દાખલ કરાયો હતો. જે હજી સુધિ ચાલી રહ્યો છે, એક તરફ જ્યાં ડીપીટી એબીજીના સંશાધનો કબ્જે કરી ચુક્યુ છે તો બીજી તરફ ડીઆરઆઈનો કેસ પણ ચાલી રહ્યો છે.

આ તમામ વચ્ચે દેશ સાથે પોતાના કંડલામાં વિતાવેલા સમયમાં પણ મોટા પાયે ગેરરીતી કંપની દ્વારા આચરવામાં આવી હોવાનું બહાર આવતી વિગતોથી ફલીત થઈ રહ્યું છે. બેંકના ફ્રોડના કારણે ચર્ચામાં આવેલા એબીજી સમુહથી વધુ એક વાર અમદાવાદની ડીઆરઆઈ દ્વારા તપાસને અન્ય સ્તરથી હેંડલ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...