દીન દયાળ પોર્ટ ઓથોરિટી:અધર ઇન્ટરેસ્ટ ટ્રસ્ટી બનવાના સપના રોળાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેનને વિશાળ સત્તા, પણ જો યોગ્ય દિશામાં પગલાં ન ભરાય તો ડીપીટીનો વિકાસ રૂંધાવાની વકી

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં અગાઉ ઠરાવ પસાર કરીને કરવામાં આવેલી કાર્યવાહી અનુસંધાને 3 જી નવેમ્બરથી જ દીન દયાળ પોર્ટ નવા વાઘા પહેરશે જેમાં પોર્ટ ઓથોરિટિ બનશે અને મેજર પોર્ટ ટ્રસ્ટ 1963 નું અસ્તિત્વ મટી જશે. વહિવટી ક્ષેત્રે અનુકૂળતા વધશે પરંતુ સાથે સાથે જો અને તો ની અટકળો હાલ પોર્ટ યુઝર્સ દ્વારા કરવામાં આવી રહી છે તે મુજબ, ચેરમેન કક્ષાએ અપાયેલી સત્તામાં યોગ્ય રીતે નિર્ણય લેવામાં ન આવે તો ડીપીટીનો વિકાસ રૂંધાય તેવી શક્યતાઓ પણ વ્યકત કરવામાં આવી રહી છે. સિક્કાની બીજી બાજુ સ્થાનિક કક્ષાએ જ નિર્ણય માટે અપાયેલા અધિકારને કારણે લાંબા સમયથી કેટલાક મુદ્દાઓ પર મંજૂરી આવતી ન હતી તે ફટાફટ લોકલ સ્તર પર જ તેનો ઝડપી નિકાલ આવશે તેવો આશાવાદ સેવવામાં આવી રહ્યો છે. જ્યારે નવા એક્ટનો અભ્યાસ થઇ રહ્યો છે તેમાં અપાયેલા ક્લોઝ પૈકી અધર ઇન્ટરેસ્ટના ટ્રસ્ટી જે જાહેર સેવા કરતા નેતાઓ કે અન્યને સ્થાન અપાતું હતું તેહવે બંધ થશે, શિપિંગ ક્ષેત્રના અનુભવી હોય તેને મુકવામાં આવશે તેવું અર્થઘટન કરીને હાલ જે નેતાઓ ત્રણ થી ચાર વર્ષથી અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટી તરીકે ગોઠવવા મહેનત કરી રહ્યા હતા તેમના અરમાનો ઉપર હાલ તો ઠંડુ પાણી ફરી વળે તેવી સ્થિતિ થતાં આ વર્ગની દિવાળી બગડી છે તેમ કહી શકાય.

ડીપીટીના વર્તુળોમાં હાલ ચણભણાટ શરુ થઇ ગયા છે. કેટલાય અધિકારીઓ દ્વારા અગાઉના અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટીઓને અષ્ટમ પષ્ટમ સમજાવી દેવાતા હતા તેમાં હવે પરિસ્થિતિનવો વળાંક લે તેવું વાતાવરણ જણાઇ રહ્યું છે. અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટીઓના ઇતિહાસમાં નજર નાખવામાં આવેતો, કોંગ્રેસ ગઠબંધનની કેન્દ્ર સરકાર દ્વારા રાતો રાત ટ્રસ્ટીઓ નિમાઇ જતા હતા. ઝડપી રીતે જે-તે વિસ્તારોમાંથી કોંગ્રેસના જ આગેવાનોનેગોઠવી દેવામાં આવતા હતા. આવા જ કિસ્સામાં અગાઉ ભાવનગરમાંથી મહાવિરસિંહ કિરીટસિંહ ગોહિલ ( પૂર્વ ગૃહમંત્રી કિરિટસિંહના પુત્ર), ભરૂચના યુનુસ પટેલ વગેરેને અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટી તરીકે મુક્યા બાદ સત્તાના સમિકરણો બદલાયા બાદ તેમની નિમણૂંકો રદ્દ કરવામાં આવીહતી. ત્યારબાદ છેલ્લે ભાજપે જે ટ્રસ્ટીઓ મુક્યાહતા તેમાં સ્થાનિક કક્ષાએ કહી શકાય તેવાને બદલે બહારગામથી નેતાઓને મુક્યા હતા જે પૈકી કેટલાક તો માત્ર મિટિંગો પૂરતા જ આવતા હતા. જો આ લોકો રસ લઇને જો ધ્યાન રાખ્યું હોત તો, ઘણા બધા સમિકરણો બદલાઇ શકે તેવી શક્યતા હતી તેવી ચર્ચા કર્મચારીઓમાં થઇ રહી છે.

બંધ પડેલ મુરિંગ લોંચની હરાજી
ડીપીટીના સ્વચ્છ ભારત અભિયાનના ભાગરુપે સર્વેક્ષણ બાદમુરિંગ લોંચનો નીકાલ અને હરાજીની કામગીરીહાથ ધરવામાં આવી હતી. તેના ભાગરૂપે બંધ મુરિંગ લોંચનો સમાવેશ થાય છે. કેન્દ્રના શિપિંગ મંત્રી સોનોવાલે ગત તા.20 મી ના બંદરની લીધેલી મુલાકાતમાં પોર્ટ વોટર ફ્રન્ટને સાફ કરવા આપેલી સૂચના પછી ચેરમેન એસ.કે.મેહતાએ કાર્યવાહી હાથ ધરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...