તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:ડો. આંબેડકરની પુણ્યતિથિએ અપાયા શ્રદ્ધાસુમન

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઓસ્લો સર્કલ પર આવેલી પ્રતિમાના વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા ફુલહાલ કરીને પુષ્પાંજલિ અપાઈ હતી. - Divya Bhaskar
ઓસ્લો સર્કલ પર આવેલી પ્રતિમાના વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા ફુલહાલ કરીને પુષ્પાંજલિ અપાઈ હતી.
 • ઓસ્લો સર્કલ પર પુષ્પાંજલિ અપાઈ તો ટ્રસ્ટ દ્વારા નિરાધાર મહિલામાં રાશનકિટ વિતરણ કર્યું
 • એબીવીપીએ એનસીસી અને હોમગાર્ડના જવાનોને કોરોના કાળમાં કાર્ય માટે સન્માન કર્યું

ડો. બાબાસાહેબ આંબેડકરની 64મી પુણ્યતિથિ પર શહેરના ઓસ્લો સર્કલ પર આવેલી પ્રતિમાના વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા ફુલહાલ કરીને પુષ્પાંજલિ અપાઈ હતી. તો અન્ય કેટલાક સંગઠનોએ તેની અલગ રીતે ઉજવીને સમાજસેવાના કાર્યો કર્યા હતા.ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે પ્રતિમાને વિવિધ સામાજિક મંડળોની ઉપસ્થિતિમાં જિલ્લા મહેશ્વરી સમાજના મંત્રી અને એચએમએસ યુનિયનના ઉપપ્રમુખ જીવરાજ ભાંભી, પુર્વ વિધાયક વાલજીભાઈ દનીચા, એસએસી, એસટીના જનરલ સેક્રેટરી કરશનભાઈ ધુવા, સેક્રેટરી ગજેંદ્ર પ્રસાર, હિરજીભાઈ ફુફલ દ્વારા ફુલમાલા અર્પણ કરી શ્રદ્ધાસુમન કરાયા હતા. તો હિંદુ યુવા સંગઠન દ્વારા પણ ફુલહાલ કરીને તેમના કાર્યોને યાદ કરાયા હતા. ત્રિકમ સાહેબ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા ગરીબ વિધવા નિરાધાર બહેનોને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા માજી ધારાસભ્ય દનીચા, ગનીભાઇ માજોઠી, એડવોકેટ નગવાડીયા ટ્રસ્ટી ભરતભાઈ વેલજી ભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દીન દયાલ સેવા સંઘ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાં સંઘના પ્રમુખ ભાગચંદ ધવન, ઉપાધ્યક્ષ મેઘરાજ ગઢવી, મંત્રી દીપક ગઢવી, નિલેશ મનકાની, લવીનાબેન, ઉમેશ પંચોલી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા બાબાસાહેબની પુણ્યતિથિ નિમિતે અને સામાજિક સમરસતા દિવસના ભાગરુપે એનસીસી આદિપુર, હોમગાર્ડ, આદિપુરના જવાનોએ કોરોનાના કપરા સમયમાં વોરીઅર તરીકે ફરજ બજાવવા બદલ સન્માન પત્ર આપી બહુમાન કરાયું હતું. જેમાં પરિષદના પ્રમુખ મિલિંદભાઈ સોલંકી, એમ.પી. પટેલ શાળાના આચાર્ય કૈલાશબેન, માતૃ છાયા કન્યા વિધાલયના ટ્રસ્ટી કૈલાશબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો