સન્માન:નેશનલ IMA ખાતે ડૉ. તન્યાને રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ અપાયો

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ડૉ. કેતન યુવા લીડર એવોર્ડ મળ્યાનો પ્રથમ દાખલો
  • ગાંધીધામ આઇએમએમાં ખજાનચી તરીકે તબીબ કાર્યરત

નેશનલ આઇ.એમ.એ. હેડક્વાર્ટર દિલ્હી ખાતે ડો. તન્યા જોનવાલ ને રાષ્ટ્રીય કક્ષા નો એવાર્ડ “ડો.કેતન દેસાઈ યુવા લીડર એવોર્ડથી “સન્નમાનવામાં આવ્યા હતા. સતત કાર્યરત આઈ. એમ. એ.ગાંધીધામને પોતાની યશ કલગીમાં દિલ્હી ખાતે અત્યાર સુધી પ્રથમ વખત કચ્છમાંથી કોઈ ડોકટર ને આવૉ એવોર્ડ મળ્યો હોવાનો જાણકાર વર્તૂળો દાવો કરી રહ્યા છે. આઇએમએ ગાંધીધામની ટીમના ખજાનચી તરીકે કામ કરતાં ડૉ. તન્યાએ આઇએમએના કાર્યકુશળ હુન્નરવાન મહેનતુ અને સમર્પિત સભ્ય છે. આઇએમએ ગાંધીધામ માટે બહુ જ ગર્વની વાત છે.

આ એવૉર્ડ માટે પ્રેસિડેન્ટની ટીમ તેમ જ આઈએમએના તમામ સભ્યૉએ અભિનંદન આપ્યા હતા. ડૉ. ગઢવીએ જણાવ્યું હતું કે તેની ધગશ મહેનત અને ડેડીકેશન ના લીધે ડૉ. તાન્યાને આ એવોર્ડ મળ્યો છે, પરિણામે આ યશ તેને જ જાય છે, વળી આ યશના સૌથી પહેલા ભાગીદાર તેના માતા-પિતા છે. તેના પિતા ડૉ. ચેતન જૉનવાલે તેમની બંને દીકરીઓને જે રીતે મેડિકલ ફિલ્ડમાં ઉચ્ચ અભ્યાસ કરાવી અને મુક્ત જીવન જીવવા માટેની પ્રેરણા આપી તે ખરેખર અત્યારની નારી સશક્તિકરણની એક મહાન ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...