તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જમીનના રક્ષણ સહિતના મુદ્દે ડીપીટી બે વર્ષમાં 5.10 કરોડનું આંધણ કરશે

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટીની જમીન પર થઇ રહેલું આડેધડ દબાણ : અમદાવાદની સિક્યોરીટી એજન્સી નક્કી કરવામાં આવી
  • અમદાવાદ અને સુરતની પાર્ટી વચ્ચે હરીફાઇ હતી : 94 જવાનોની સેવા એજન્સી પુરી પાડશે

દીન દયાળ પોર્ટની જમીન, ખુલ્લા પ્લોટ સોનાની લગડી જેવા છે. જેમાં કેટલાક સ્થળો પર આડેધડ દબાણ થઇ રહ્યું છે. અંદાજે દોઢ વર્ષથી વધુ સમયથી સિક્યોરીટીના કોન્ટ્રાક્ટ માટે ગડમથલ થયા બાદ હવે અમદાવાદની એજન્સીને કામ આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બે વર્ષની મુદ્દત માટે 5.10 કરોડ રૂપિયાનો ખર્ચ ડીપીટી દ્વારા કરવામાં આવશે અને દબાણ હટાવવાથી લઇને સલામતીના પગલે બંદર સહિતના સ્થળે લેવામાં આવશે.

દીન દયાળ પોર્ટમાં વિકાસની વાતો વચ્ચે અવારનવાર પ્રશ્નો ઉભા થતા હોય છે. ગોપાલપુરી હોય કે એઓ બિલ્ડીંગ સુસક્ષાને લઇને ફરીયાદો ઉઠતી હોય છે. અગાઉ દીન દયાળ પોર્ટ દ્વારા આ બાબતે સૂચનાઓ જારી કરીને ગોપાલપુરી ખાતે મોર્નીંગ વોક કરવા આવતા લોકો માટે નિયમ બનાવ્યા હતા. જ્યારે બીજી બાજુ ખાળે ડુચા અને દરવાજા મોકળાની સ્થિતિ પણ ક્યાંક ઉભી થતી હતા. પોર્ટના અંદાજે 100થી વધુ ખુલ્લા પ્લોટોમાં સાફ સફાઇના અભાવે બાવળીયા ઉગી જવાથી લઇને કેટલાક સ્થળો પર તો દબાણ પણ થયા હોવાની ફરીયાદ ઉઠી છે.

સોલ્ટની જમીનોથી લઇને અન્ય જમીનો પર થઇ રહેલા દબાણને લઇને હવે ડીપીટી દ્વારા લાલ આંખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી તેવી શક્યતા છે. ડીપીટીના વર્તુળોના જણાવ્યા મુજબ અમદાવાદની એજન્સીને સિક્યોરીટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર છે. 94 જેટલા તેના જવાનો સુરક્ષા સંદર્ભે જુદા જુદા પોઇન્ટ પર ઉભા રહીને પગલા ભરશે. આ અંગે એજન્સીના અગ્રણી દ્વારા લોકેશનોની તપાસ પણ કરવામાં આવી હતી અને તે બાબતે કચાસણી પણ કરાઇ હોવાનાસ સંકેત મળી રહ્યા છે.

ટાગોર રોડ સહિતના સ્થળ પર વધ્યા દબાણ
દીન દયાળ પોર્ટની સિક્યોરીટીના અભાવે છેલ્લા કેટલાય સમયથી સોનાની લગડી જેવી જમીનો પર દબાણો વધી રહ્યા છે. ડીપીટીમાં ફરીયાદ પણ અનેક વખત થઇ ચૂકી છતાં કોઇને કોઇ કારણોસર પગલા ભરાતા નથી. હવે જ્યારે સિક્યોરીટી ગોઠવવામાં આવી રહી છે ત્યારે ટાગોર રોડની ડીપીટીની જમીન આસપાસના વધી રહેલા દબાણો પણ દૂર થશે તેવી આશા જાગી છે. ડીપીટીના પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, સિક્યોરીટી એજન્સી નક્કી થઇ ગઇ છે. ટુંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.

સર્વે માટે આવેલી ટીમને પરત જવું પડ્યું
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા થ્રીસ્ટાર રેટીંગના મુદ્દે કોઇ એજન્સી દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે. આ એજન્સીના સર્વે કરનારા કર્મચારીઓ આજે એઓ બિલ્ડીંગ પાસે આવીને ફોટોગ્રાફી કરવાથી લઇને માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા હતા. જે બાબતે તંત્રના ધ્યાને આવતાં કોની મંજુરીથી આ તમે ફોટોગ્રાફી કરી રહ્યા છે તે સહિતની પૂછપરછ કરવામાં આવી હતી.ત્યાર બાદ એજન્સીને નિકળી જવું પડ્યું હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો