તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક હેન્ડલીંગ:મહાબંદરોમાં ટ્રાફિક હેન્ડલીંગમાં DPT અવ્વલ, ગત વર્ષની સરખામણીએ કોરોના સહિતના પરિબળને લઇને 6 ટકાથી વધુ ઘટ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દીન દયાળ પોર્ટ દ્વારા દેશના મહાબંદરોમાં સતત અગ્રીમ હરોળમાં રહેવા માટે પગલા ભરવામાં આવે છે. 12થી વધુ વર્ષ સુધી સતત નંબર વન રહીને કાર્ગો હેન્ડલીંગ સહિતના મુદ્દે દેશભરમાં નામના મેળવી છે. એપ્રિલથી જાન્યુઆરીના ટ્રાફિક પર નજર નાખવામાં આવે તો 95094 ટ્રાફિક હેન્ડલ કરવામાં આવ્યો છે. જોકે, ગત વર્ષે આજ દિવસોમાં 101965 ટ્રાફિક હેન્ડલ થયો હતો. કોરોના સહિતના પરીબળને કારણે 6 ટકાથી વધુ ઘટ ગત વર્ષની સરખામણીએ ટ્રાફિક હેન્ડલ થયો છે.

દીન દયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મેહતા દ્વારા અન્ય અધિકારીઓને સાથે રાખીને ટીમો કરીને જુદા જુદા પગલા ભરી દેશમાં નંબર વન બંદરનું સ્થાન યથાવત રહે તે માટે વિવિધ પ્રયત્ન કરી રહ્યા છે. ડીપીટીની સરખામણીએ જોવામાં આવે તો અન્ય બંદરોમાં માત્ર પારાદીપ પોર્ટ જ હરીફાઇમાં હોય તેવું ચિત્ર નંબર વન માટે ઉપસી રહ્યું છે. અગાઉ એક ક્વાર્ટરમાં પારાદીપ પોર્ટે મેદાન માર્યું હતું.

પરંતુ ડીપીટી પ્રશાસન દ્વારા પુન: ઝડપી ગતિએ કામગીરી કરાવીને યથાવત સ્થાન મેળવી લીધું હતું. લોકડાઉનના સમયમાં પણ જુદી જુદી મુશ્કેલીઓ હોવા છતાં ડીપીટી પ્રશાસન દ્વારા બંદરને ધમધમતું રાખવામાં આવ્યું હતું અને મુવમેન્ટ બંધ ન થાય તે માટે વિવિધ પગલા ભર્યા હતા. મજુરો પોર્ટ યુઝર્સને મળતા ન હતા તેવા સમયે પણ ડીપીટીએ પગલા ભરીને કોરોના કાળમાં પોર્ટની ગતિવિધિ જાળવી રાખી હતી. સાથે સાથે કોઇ કચાસ ન રહે તે માટે પણ તબક્કાવાર કામગીરી કરી હતી. જેને લઇને ટ્રાફિકની અવરજવરના પ્રમાણને જોઇએ તેવી વધુ અસર પડી હોય તેમ જણાતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો