તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ડીપીટીના અધિકારીઓ કોરોના દર્દીના સંપર્કથી મીટિંગ મુલત્વી

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુશળ- અકુશળ યુનિયનને અગાઉ ધરણા કર્યા હતા

ગાંધીધામમાં કોરોનાના કેસ માથું ઉચકી રહ્યા છે. દીન દયાળ પોર્ટના અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા હોમ ક્વોરન્ટાઇન થઇ રહ્યા છે. સેક્રેટરી સહિતના ટોચના અધિકારીઓ સાથે મજુર વિરોધી નીતિના વિરોધમાં થયેલા ધરણા પછી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જુદા જુદા કારણોસર હાલ પાછું ઠેલાયું છે.

દીન દયાળ પોર્ટમાં અગાઉ ઘણા કર્મચારીઓ કોરોના પોઝિટિવ થઇ ચૂક્યા છે અને સાજા પણ થઇ ગયા છે. લેબર ટ્રસ્ટી મનોહર બેલાણીનું નિધન પણ કોરોનામાં થઇ ચૂક્યું છે. કોરોનાને ધ્યાનમાં લઇને ડીપીટીમાં બહારના લોકોની આવનજાવન બંધ કરી દેવામાં આવી છે. દરમિયાન એક યુનિયનના નેતા પણ કોરોના પોઝિટિવ જણાયા છે. જેના સંપર્કમાં આવેલા અધિકારીઓને હોમ આઇસોલેશન થવાની ફરજ પડી રહી છે.

કુશળ- અકુશળ અસંગઠીત યુનિયન દ્વારા અગાઉ મજુર વિરોધી નીતિના વિરોધમાં ધરણા કરતાં પ્રશાસન દ્વારા ખાતરી અપાઇ હતી કે તા.4ના બેઠક બોલાવવામાં આવશે. અધિકારીના ડ્રાઇવર અને એક યુનિયનના નેતા કોરોના પોઝિટિવ નિકળતાં તેના સંપર્કને લઇને અધિકારીઓએ આ બેઠક હાલ પાછી ઠેલવી છે.

પોર્ટ મુવમેન્ટ લોકડાઉનમાં ધમધમતું રહ્યું
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ એક બાજુ લોકડાઉન ચાલું હતું ત્યારે પોર્ટની મુવમેન્ટને અસર પડે તેવી શક્યતા હતી પરંતુ ચેરમેન એસ.કે. મેહતા, ડેપ્યુટી ચેરમેન નંદીશ શુકલા, ટ્રાફિક મેનેજર વગેરેએ જુદા જુદા પગલા ભર્યા તેના પરીણામે ડીપીટી બંદરે મુવમેન્ટને કોઇ અસર પહોંચી ન હતી. કાર્ગો હેન્ડલીંગ સહિતની કામગીરી ચાલુ રહી હતી.રાસાયણિક ખાતરના મુદ્દે તો ભાવનગરથી પણ શ્રમિકોને મંજુરી લઇને એક એજન્સીએ બોલાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો