તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોમ ક્વોરન્ટાઇન:ડીપીટીના અધિકારી અમદાવાદમાં પરિવારને મુકી ફરજ પર હાજર થયા

ગાંધીધામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંકુલમાં હોમ ક્વોરન્ટાઇન માત્ર કેટલાક માટે જ છે ?

દીન દયાળ પોર્ટમાં ગુજરાત તથા પરપ્રાંતમાંથી અધિકારીઓ જુદા જુદા હોદ્દા પર સેવા આપી રહ્યા છે. લોકડાઉનની સ્થિતિને કારણે કેટલાક અધિકારીઓ હેડક્વાર્ટર છોડતા નથી અને તેને સોંપવામાં આવેલી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે પરંતુ સિક્કાની બીજી બાજુ એવું પણ બહાર આવ્યું છે કે, અધિકારી રેડઝોનમાં જઇને પોતાના પરીવારને મુકી ગાંધીધામ પરત આવીને નોકરીએ પણ લાગી જઇ હોમ ક્વોરન્ટાઇન ના નિયમના ધજીયા ઉડાવી રહ્યા છે. આ બાબત હાલ કર્મચારીઓમાં ચર્ચાના એરણે ચડવાની સાથે કર્મચારીઓમાં ચેપ લાગશે તેવી પણ દહેશત ઉઠી રહી છે.  સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારની ગાઇડલાઇન મુજબ જિલ્લા બહાર જતા કે રેડઝોન અન્ય સ્થળે જતા લોકોને ફરજીયાત હોમ ક્વોરન્ટાઇન થવું પડે છે. લોકડાઉન હળવું થયા પછી બહારથી પણ કેટલાય લોકો અહીં આવ્યા છે અને હોમ ક્વોરન્ટાઇન થયા છે તે પૈકી કેટલાક બેરોક્ટોક આંટા મારતા હોવાની ફરીયાદ પણ ઉઠી ચુકી છે. જોકે, બીજી બાજુ ડીપીટીના એક અધિકારી તાજેતરમાં અમદાવાદ તેમના પરીવારને મુકીને પરત આવી ગયા હતા. છ તારીખથી હોમ ક્વોરન્ટાઇનનો પીરીડય શરૂ થતાં આ અધિકારી બીજી તરફ ડીપીટીના ચોપડે હાજર હોવાની બાબત બહાર આવી છે. આ કેવી રીતે શક્ય બને તેવી અટકળ હાલ કર્મચારીઓમાંથી ઉઠી રહી છે. આ મુદ્દે દીન દયાળ પોર્ટના ચેરમેન શું કાર્યવાહી કરે છે તેની ઉપર પણ કર્મચારીઓની મીટ મંડાણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો