એવોર્ડ:મુંબઇમાં ડીપીટીને બેસ્ટ મેજર પોર્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેરીટાઇમ એન્ડ લોજીસ્ટીક 2021માં મહત્વનું યોગદાન
  • માલા એવોર્ડ અને પ્રમાણપત્ર ડેપ્યુટી ચેરમેનને આપવામાં આવ્યા

દેશના નંબર વન બનેલા મેજર પોર્ટમાં કુદરતી કે અન્ય આફતો સમયે પણ પોર્ટની ગતિવિધિ અને મુવમેન્ટને અસર પહોંચી નથી. દીન દયાળ પોર્ટને વધુ એક સિદ્ધી હાંસલ થયાના સંકેત મળી રહ્યા છે. મુંબઇ ખાતે યોજાયેલા મેરીટાઇમ એન્ડ લોજીસ્ટીકના કાર્યક્રમમાં બેસ્ટ મેજર પોર્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

દીન દયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મેહતા અને તેની ટીમ દ્વારા પોર્ટના વપરાશકારો અને કામદારોને સુવિધા મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખાનગી બંદરો સાથેની હરીફાઇમાં મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન પણ થાય છે. દરમિયાન આજે મુંબઇ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી ચેરમેન નંદીશ શુકલાને બેસ્ટ મેજર પોર્ટની ટ્રોફિ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...