તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુન: સૂર્યોદયના એંધાણ:ડીપીટીએ 100 MMT કાર્ગો હેન્ડલ કર્યો

ગાંધીધામ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માર્ચ સુધીમાં 110 એમએમટીના લક્ષ્યાંકને પહોંચી વળવા હરણફાળ
 • કોરોનાની પરીસ્થિતિમાં પણ બંદરની મુવમેન્ટને અસર ન થાય તે માટે પોર્ટ પ્રશાસન દ્વારા પગલા ભરાયા હતા

દીન દયાળ પોર્ટને શિપિંગ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા 110 એમએમટી કાર્ગો હેન્ડલીંગના લક્ષ્યાંકને પહોંચી વળવા શરૂઆતથી જ પગલા ભરવામાં આવ્યા હતા. માર્ચ મહિનાને હજુ વાર છે ત્યાં અત્યાર સુધી 100 એમએમટી કાર્ગો હેન્ડલીંગ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આપવામાં આવેલા લક્ષ્યાંકને પાર પાડીને 115 એમએમટી કાર્ગો હેન્ડલ કરવા ડીપીટીએ કમર કસી છે.

દીન દયાળ પોર્ટ દ્વારા વિવિધ ક્ષેત્રે એક પછી એક નવા આયામ સર કરીને પોર્ટની મુવમેન્ટ વધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તબક્કાવાર કરવામાં આવી રહેલી કામગીરીને કારણે ડીપીટી વિવિધ ક્ષેત્રે મેદાન મારી રહ્યું છે. ચેરમેન સંજય મહેતાના વડપણ હેઠળ લેવામાં આવી રહેલા પગલાને કારણે જોવામાં આવે તો કોરોનાના વિષમ વાતાવરણ વચ્ચે પણ પોર્ટની મુવમેન્ટને અસર થવા દીધી ન હતી.

કાર્ગો હેન્ડલીંગમાં પોર્ટ યુઝર્સને જુદી જુદી સેવાઓ અને સુવિધાઓ મળે તે માટે પગલા ભરવામાં આવ્યા હતા. જેને લઇને જોવામાં આવે તો કર્મચારીઓ, યુનિયને પણ ખબેખભા મીલાવીને ડીપીટીને આગળ લાવવા અને આપવામાં આવેલા લક્ષ્યાંકને પાર પાડી સુપેરે વ્યવસ્થા થાય તે માટે જહેમત ઉઠાવી હતી. દીન દયાળ પોર્ટના પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, અત્યારે 100 એમએમટી કાર્ગો હેન્ડલ થઇ ગયો છે. આપવામાં આવેલા ટાર્ગેટ 110ની સામે માર્ચ 31 સુધીમાં 115 એમએમટી કાર્ગો થાય તે માટેના પ્રયત્નો થઇ રહ્યાનો દાવો પણ કર્યો હતો.

ખાનગી બંદર સાથે હરિફાઇ
પોર્ટની મુવમેન્ટ સતત ચાલું રહે તે માટે પગલા ભરવામાં આવ્યા છે જેની સાથે સાથે ખાનગી ક્ષેત્રે પણ હરિફાઇના યુગમાં પાછા ન પડે તે માટે બંદરના પ્રશાસન દ્વારા વિવિધ પગલા ભરવામાં આવ્યા હતા. જોવામાં આવે તો કાર્ગો હેન્ડલીંગમાં ક્રુડ ઓઇલ, પેટ્રોલીયમ પદાર્થ, કોલસા, મીઠું, એડીબલ ઓઇલ, ખાંડ, લાકડું, સોયાબીન વગેરેનો સમાવેશ થાય છે.

પોર્ટ યુઝર્સનો પણ ફાળો નાનોસુનો નથી
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ દીન દયાળ પોર્ટની આ સિદ્ધીમાં પોર્ટ યુઝર્સને ફાળો પણ નાનો સુનો ગણી શકાય તેમ નથી. વર્ષોથી દીન દયાળ પોર્ટ સાથે આયાત-નિકાસ જે તે માલની કરાવીને વિશ્વાસ રાખી રહ્યા છે તેવા પોર્ટ યુઝર્સની આ તબક્કે નોંધ લેવી જરૂરી બની છે. નફો કરતા બંદરમાં કેટલીક વખત નાની-નાની ખામીઓ પણ મોટું સ્વરૂપ પકડતા હોય છે. જેને લઇને પોર્ટને નુકશાન થતું હોય છે. અહીં આવી ઘટના ભાગ્યે જ બને છે. આમ સહીયાળા પુરૂષાર્થને કારણે દીન દયાળ પોર્ટે ફરી એક વખત નવા સિમાચિન્હ અંકીત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો