તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડીપીટી કોન્ટ્રાક્ટર આપઘાતમાં કલેક્ટર, SPને દિલ્હીનું તેડું

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 સપ્ટેમ્બર 2020 ની ઘટનામાં રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગે 3 નોટિસ આપી હતી
  • 2 સપ્ટેમ્બરે તપાસના અહેવાલ સાથે હાજર રહેવા ફરમાન કરાયું

ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં રહેતા કંડલા પોર્ટના લેબર કોન્ટ્રાક્ટર અને વાલ્મીકી સમાજના ધીરજભભાઇ મફાભાઇ સોલંકીએ વ્યાજખોરોના ત્રાસથી તા.6 સપ્ટેમ્બર 2020 ના રોજ ઝાડમાં રસી બાંધી આત્મહત્યા કરી લીધી હતી અને તેમણે 9 પાનાની લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં કંડલા પોર્ટના મેન સ્ટોરના નંદુભાઇ, કુમાર ભાઇ, સંજય ગઢવી, કિરણ ગઢવી, ધર્મેશભાઇ, દિલીપ ગઢવી, કરણ આહિર, પ્રવિણ અને શાંતિલાલ મારવાડી વિરૂધ્ધ મૃતક ધીરજભાઇના પુત્ર રાહુલ સોલંકીએ એ-ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વ્યાજખોરીના આ ગંભીર બનાવમાં પોલીસ તપાસમાં સંતોષ ન થતાં ભુજના સામાજિક કાર્યકર ડો.રમેશ ગરવાએ કરેલી ફરિયાદના પગલે અગાઉ ત્રણ વખત રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ ભારત, નવી દિલ્હીએ કચ્છ કલેકટર અને પૂર્વ કચ્છ એસપીને એકશન ટેકન રિપોર્ટ રજુ કરવા તાકીદ કરી હતી. પરંતુ તપાસમાં સંતોષ ન થતાં રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગે જીલ્લા મેજીસ્ટ્રેટ અને પૂર્વ કચ્છ એસ. પી.ને નોટિસ પાઠવી અગામી 2 જી સપ્ટેમ્બરના કેસના સમગ્ર અહેવાલ સાથે આયોગની દિલ્હી સ્થિત મુખ્ય કચેરી હાજર રહેવા આદેશ કર્યો છે.

આપઘાત પહેલા વીડિયો બનાવી વ્યાજખોરોના નામ લીધા હતા
વાલ્મીકી સમાજના ધીરજભાઇ સોલંકીએ જે દિવસે આત્મહત્યા કરી તેના પહેલાં પોતાનો એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેમને પૈસા ન આપનાર અને ત્રાસ આપનાર તમામના નામ બોલી પોતાના મોત માટે તેઓ જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે. જો કે એફઆઇઆરમાં આ બાબતનો કોઇ ઉલ્લેખ નથી પણ મૃતકે 9 પાનાની સ્યુસાઇડ નોટ તેમજ મૃતકની ડાયરીમાં પોતાના મોત માટેના જવાબદાર કારણો લખેલા છે તેમ છતાં અત્યાર સુધી કેમ કોઇ પગલાં લેવાયા નથી ? મૃતકના પરિવારને કેમ ન્યાય નથી મળ્યો આ તમામ બાબતે ફરિયાદો કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...