તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની નબળી નીતિ:ગાંધી માર્કેટની છતમાંથી મોટું પોપડું પડતાં દોડધામ; 140થી વધુ વેપારીઓ હેરાન પરેશાન

ગાંધીધામ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પડું પડું થતી જર્જરીત ઇમારતના રિનોવેશન માટે થાગડ થિગડ
 • વેપારીઓએ પીએમઓમાં રજૂઆત કરી હતી

ગાંધીધામ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ગાંધી માર્કેટ કે જેમાં 146 જેટલી દુકાનો, સ્ટોલ આવેલા છે. જે તે સમયે બનાવેલી આ ઇમારત પડું પડું થઇ રહી છે. વેપારી ગાંધી માર્કેટ શોપ એસોસિએશન દ્વારા વખતો વખત રજૂઆતો પણ પાલિકામાં કરવામાં આવી હતી. દરમિયાન અગાઉટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને થાગડ થિગડ કર્યા પછી દોઢેક માસમાં બીજો બનાવ બન્યો છે જેમાં બીજા માળેથી આજે છતનું ગાબડું પડતા દોડધામ મચી ગઇ હતી. સદ્દનશિબે કોઇ ઇજાગ્રસ્ત બન્યું નથી. પરંતુ વેપારીઓમાં પાલિકાની નીતિમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને પડું પડું થતી ઇમારતના મરંમત માટે તાકીદે પગલા ભરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.

અગાઉ 2019માં છતમાંથી પોપડા ખરવાની બનતી ઘટનાને કારણે વેપારીઓ જે તે સમયે તત્કાલીન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તથા તત્કાલીન કારોબારી ચેરમેન વિજય મહેતા સમક્ષ દોડી ગયા હતા અને પડું પડું થતી ઇમારતમાં તાકીદે કાર્યવાહી કરવામાં આવે અને મરંમત થાય તેવી માગણી કરી હતી. વેપારીઓ દ્વારા પાલિકાએ કાર્યવાહી ન કરતાં પીએમઓમાં પણ જાણ કરવામાં આવી હતી. જેના પગલે પાલિકાનું તંત્ર દોડતું થઇ ગયું હતું અને ભરવામાં આવીરહેલા પગલા અંગે વેપારીઓને પણ જાણ કરવામાં આવી હતી.

હકીકતે આ માત્ર રેકર્ડ આધારિત કાર્યવાહી થઇ હોય તેવું ચિત્ર વેપારીઓમાં ઉપસી રહ્યું છે. હકીકતે આખી બિલ્ડીંગમાં પોપડા ખરી રહ્યા છે ત્યારે માત્ર કેટલાક થાગડ થિગડ કરીને પાલિકાએ સંતોષનો ઓડકાર લીધો હોય તેમ જણાય છે. જે તે સમયે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારે અંદાજે 22 લાખના ટેન્ડરમાં રિટેન્ડર કરવાની પણ નોબત આવી હતી.

વેરા ભરતા નથી તેવી પણ તકરાર થઇ હતી
જે તે સમયે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી ત્યારે વેપારીઓ પૈકી કેટલાકે વેરા ભર્યા નથી તે ભરે ત્યાર બાદ પાલિકા તેનાથી બમણી રકમ આપીને આ ઇમારતનું રિનોવેશન કરાવશે તેવી જે તે વખતે ખાતરી પણ પદાધિકારીઓ દ્વારા આપવામાં આવી હોવાની વાત બહાર આવી હતી. હકીકતે ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી આગળની શું કાર્યવાહી થઇ છે તેની કોઇ જાણકારી જ નથી. ઇજનેર શાખાના આશિષ કુશવાહાને પણ આ બાબતે આજે વેપારીઓએ જાણ કરી હતી. જેમાં ટેન્ડર 25 લાખનું હતું તેમાં પ્લાસ્ટર કઇ બાબતો સામેલ હતી તેવી દલીલ કરી છે. જાગ્યા ત્યારથી સવાર સમજીને વેપારીઓની જર્જરિત ઇમારતના પગલે ઉંઘ ઉડી ગઇ છે તે અંગે પાલિકા ક્યારે જાગશે ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો