તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પાલિકાની મલાઇદાર સમિતિમાં સ્થાન મેળવવા દોડધામ

ગાંધીધામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપની અંદરોઅંદરના ખટપટના ખેલને લઇને વાતાવરણમાં આવી
 • આગામી દિવસોમાં સભામાં સમિતિઓની રચના કરવામાં આવશે

ગાંધીધામ નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાયા બાદ કારોબારી, વોટર વર્કર્સ, પીડબલ્યુડી વગેરે સમિતિઓની વરણી બાકી છે. કારોબારીના ચેરમેનની જાહેરાત થઇ છે પરંતુ જ્યાં સુધી સમિતિઓ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી અન્ય સમિતિઓની બેઠક મળી શકે તેમ નથી. સમિતિઓની રચના માટે આગામી દિવસોમાં પાલિકાની ખાસ સભા બોલાવવામાં આવે તેવી શક્યતા છે. જેને લઇને મલાઇદાર સમિતિઓમાં સ્થાન મેળવવા કેટલાક સભ્યોએ દોડધામ શરૂ કરી છે. ગોડફાધર થકી પોતાનો નંબર લાગી જાય તે માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે.

આ વખતે નગરપાલિકામાં ભાજપને ફરી એક વખત તક આપીને લોકોએ તોતિંગ બહૂમતિ આપી ઇતિહાસ સર્જ્યો છે. લોકોના મત મેળવ્યાપછી હવે લોકોને ઝડપી અને સારી રીતે સુવિધાઓ મળે તે ભાજપની જવાબદારી છે. જેને માટે પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવ્યાપછી સમિતિઓની રચના માથાના દુ:ખાવા સમાન થાય તેવી સ્થિતિ નકારી શકાય તેમ નથી. જો અનેતોની સ્થિતિ વચ્ચે કોને કઇ સમિતિમાં સ્થાન મળે છે તે અંગે અટકળો પણ શરૂ થઇ ગઇ છે.

30થી વધુ સભ્યો નવો હોવાથી તેને સમિતિ ના સભ્ય તરીકે સ્થાન આપવાની સાથે સાથે કેટલાકને તો ચેરમેન પણ બનાવવાપડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે, આ બાબતે સભા ક્યારે બોલાવવામાં આવનાર છે તે અંગે પ્રમુખ ઇશિતા ટિલવાણીને પૂછતાં હજુ સભાનું નક્કી ન હોવાનું જણાવ્યું હતું.

અગાઉની જેમ 6થી વધુ સમિતિ શોભાના ગાંઠીયા સમાન ન રહે તે જોવું પડશે
ગાંધીધામ નગરપાલિકામાં જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવે છે પરંતુ પાંચવર્ષ પુરાં થયા તે દરમિયાન કેટલીક સમિતિઓની તો બેઠક પણ બોલાવવામાં આવી નથી. સમિતિઓની બેઠક ન મળતાં જે તે સમિતિના ચેરમેન અને તેમાં રહેલા સમિતિના સભ્યો માત્ર નામ પુરતા જ રહ્યા હતા. એક તબક્કે કારોબારીસમિતિની સામે પીડબલ્યુડીની સમિતિ દ્વારા બેઠક બોલાવીને કેટલાક નિર્ણય લેવાતા ગત બોડી વખતે ભાજપમાં ચર્ચાઓ થઇ હતી. જેતે સમિતિની બેઠક વ્યવસ્થિત મળે તે માટે હવે ભાજપના સુકાનીઓ કેવું વલણ દાખવે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો