ધારાધોરણનો ભંગ:કંડલામાં એજિસ લોજિસ્ટિકની પાઇપલાઇનમાં લીકેજ થી દોડધામ

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કંડલામાં એક કંપની દ્વારા ગેટકો પીજીવીસીએલ સહિતનાની સૂચનાનું પાલન કરવાને બદલે ધારાધોરણનો ભંગ કરીને કહેવાય છે કે કરવામાં આવેલી કામગીરીએ વિવાદ જગાવ્યો છે. તાજેતરમાં આ જ કંપનીની લાઈનમાં એસિડિક એસિડની લીકેજની ઘટના થતાં દોડધામ મચી ગઇ હતી .જોકે આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી.

કંડલામાં એજિસ લોજિસ્ટિક દ્વારા એલપીજી પાઇપલાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે-તે સમયે કરવામાં આવેલી આ કામગીરીમાં ફરિયાદો પણ થઈ હતી. ફરિયાદો પછી સંબંધિત ઓથોરિટી દ્વારા તપાસ કરવામાં આવતાં વીજ રેખાની લાઈનની નીચે અને ઊંચાઈ પર નખાયેલી આ લાઈન દૂર કરવા માટે કહેવાય છે કે પીજીવીસીએલ અને ગેટકો દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી.ઇલેકટ્રિક એન્જિનિયરની તપાસમાં પણ જાણકાર વર્તુળોના મત મુજબ ના પાડવામાં આવી હતી. દરમિયાન બીજી તરફ આ પાઈપલાઈનને લઈને ગમે ત્યારે કોઇ મોટી દુર્ઘટના થશે તેવી દહેશત ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા હતા . દરમિયાન તાજેતરમાં આ કંપનીની એસિડિક એસિડ પાઇપલાઇનમાંથી લિકેજ થવાની ઘટના બહાર આવી હતી. આ બાબતે ચૂપકીદી સેવીને થાગડથીગડ કરી દેવામાં આવ્યાનો કલબલાટ પણ ઉભો થયોછે.બંદરના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીના જણાવ્યા આવી કોઈ ઘટના બની હોય તેવું ધ્યાનમાં નથી. જ્યારે જાણકારોના દાવા મુજબ આ ઘટના બની હતી અને તેને લઈને ભવિષ્યમાં એ દહેશત ઊભી કરવામાં આવી હતી કે કોઇ મોટી દુર્ઘટના થશે.જાગ્યા ત્યારથી સવાર સમજીને યોગ્ય પ્રમાણમાં કાર્યવાહી કરવામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડથી લઈને અન્ય ઓથોરિટી પગલાં નહિ ભરે તો કંડલા પર જોખમ ભવિષ્યમાં ઉભું થઈ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કંડલામાં અવારનવાર બનતી દુર્ઘટનામાં અગાઉ જાનહાની પણ થઈ ચુકી છે.માનવ જીદંગી સાથે ચેડાં કરાય તે કોઈ કાળે ચલાવી લેવા ન જોઇએ. સલામતીનાં ધારાધોરણનું પાલન કંડલામાં થાય છે કે કેમ તે માટે પણ સંબંધિત કક્ષાએ ચિંતન કરી યોગ્ય અસરકારક વધુ પગલાં ભરવા જરૂરી બન્યા છે. સદર ઉભા થયેલા વિવાદમાં એજિસ લોજિસ્ટિકના સૂત્રોનો સંપર્ક ન થતાં કંપનીનું મંતવ્ય જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...