મુુન્દ્રા ડ્રગ્સકાંડમાં નવો વળાંક:1200 કરોડના ડ્રગ્સ સાથે કોકેઈનનો 800 કિલો જથ્થો ઝડપાયો, કન્સાઇન્મેન્ટ ગાંધીધામની ટિમ્બર પેઢીના નામે હોવાની ચર્ચા, સુરક્ષા એજન્સીઓ સતર્ક

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

શ્રીલંકામાં મુંદ્રાથી ગયેલા જહાજમાં કોકેઈન ડ્રગનો જંગી જથ્થો ઝડપાયાની વિગતો બહાર આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. આમાં પણ ગાંધીધામની ટિમ્બર સંબંધિત પેઢીનો કાર્ગો હોવાનું ખૂલ્યું હોવાની ચર્ચા ઊઠતાં બાબતે ગંભીર વળાંક લીધો છે.

21 હજાર કરોડના હેરોઈન ઝડપાયા બાદથી સતત આ અંગે ચર્ચામાં રહેલા મુંદ્રા પોર્ટનું નામ ફરી આજ કારણોસર ગત રોજથી ચર્ચામાં આવ્યું છે. બિનસત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, સોમવારના શ્રીલંકાના સુરક્ષા અધિકારીઓ દ્વારા ભારતથી આવેલા એક વેસલમાં તપાસ કરતા તેના એક કન્સાઈન્મેન્ટમાંથી ડ્રગનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જેની તપાસ કરતા પ્રાથમિક રીતે કોકેઈન હોવાનું અને તેની માત્રા 800 કિલો જેટલી જંગી હોવાનું પણ બહાર આવી રહ્યું છે. જો આજ માત્રામાં જથ્થો ઝડપાયો હોય તો તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1200 થી 2 હજાર કરોડ સુધીની થઈ શકવાની સંભાવના છે. જોકે આ અંગે સંલગ્ન એજન્સીઓએ મોડી રાત સુધી આ પ્રકારની કાર્યવાહીની પુષ્ટિ કરી નહોતી.