દુર્ધટના:કંડલા પોર્ટના ડાયડોકમાં વેલ્ડીંગ સમયે આગ લાગતાં દોડધામ

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તણખાના કારણે નાયલોનની રસીમાં આગ લાગી, જે આગળ વધે તે પૂર્વે કાબૂમાં લેવાઇ
  • ડીપીટીનું​​​​​​​ અગ્નિશમ દળ બનાવના સ્થળે દોડી ગયું

ઇન્ડિયા પોર્ટ દ્વારા બંદરમાં કામગીરી ચલાવવામાં આવે છે જેમાં સતત ધમધમતા પોર્ટ પર આજે ડાયડોકમાં આગએ દેખા દીધી હતી, જેના પગલે દોડધામ મચી ગઈ હતી અને પોર્ટ પ્રશાસન દ્વારા તાકીદે પગલાં ભરવામાં આવ્યા હતા, કોઈ જાનહાનિ થઈ હોય તેવું જણાયું નથી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કંડલા બંદરના ડાયડોકમાં સોમવારના સવારે વેલ્ડીંગ સમયે આગના તણખા નાયલોન વાયરની રસીમાં સ્પર્શી ગયા હતા. જેથી દોરડામાં લાગેલી આગ આગળ વધીને વધુ ને વધુ ઘાતક બને તેમ વધી રહી હતી. પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીના જણાવ્યા મુજબ આગ સામાન્ય હતી જેને થોડા સમયમાંજ ઓલવી નાખવામાં આવી હતી, ઘટનામાં કોઈ જાનહાની થઈ નહતી કે ઈજા પણ કોઇને પહોંચી નહતી.

અવારનવાર નાની મોટી દુર્ધટના બને છે
બંદરના વર્તુળોના જણાવ્યા મુજબ 14 વર્ષથી સતત નંબર વન બનેલા અને કોરોના કાળમાં પણ ધમધમતા આ બંદર માં અવાર નવાર નાની મોટી ઘટનાઓ બનતી રહે છે. થોડા દિવસ પહેલાં પણ બે જહાજ ટકરાયાં ની ઘટના નોંધાઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કહી શકાય તેવું નથી.

આમ છતાં કામદારોને સલામતીના સાધનો આપવાની સાથે સાથે જે તે પોર્ટ દ્વારા પણ યોગ્ય પ્રમાણમાં પગલાં ભરવામાં આવે અને કેટલાં કિસ્સામાં પોર્ટ વપરાશકારો પણ નિયમનું કેટલું પાલન કરે છે, તે અંગે વખતોવખત પ્રશાસન દ્વારા ચકાસણી કરવી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...