પીજીવીસીએ ઉચ્ચ અધિકારીઓએ ગાંધીધામ ચેમ્બર ખાતે ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો સાથે એક મહત્વની બેઠક કરી હતી. બેઠક્ના પ્રારંભમાં ચેમ્બર પ્રમુખ તેજા કાનગડ અને ઉપ પ્રમુખ આદિલ સેઠનાએ સ્વાગત ક્યું હતું. પ્રમુખે PGVCL સાથે સમયાંતરે સમીક્ષા બેઠકો યોજી ઉદ્યોગોને સ્થાનિક વપરાશક્તઓનો પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે પ્રયત્નો કરાતા હોવાનું જણાવ્યું હતું.
અધિક્ષક ઇજનેર ઉપાધ્યાયે જણાવ્યું કે રાજય સરકારી ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસની પહેલના અંતર્ગત સરકાર ધ્વારા ઉદ્યોગકારોને એચ.ટી જોડાણો લેવામાં પડતી તક્લીફોના નિરાકરણ માટે એક સીંગલ વીંડો સીસ્ટમ (એક બારી પધ્ધતિ) રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ ચેમ્બરના પૂર્વ પ્રમુખ પારસમલ નાહટા અને માનદ મંત્રી મહેશ તિર્થાણીએ સંકુલના લાંબા સમયથી પડતર પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં શહેરની મુખ્ય બજારના અંડરગ્રાઉન્ડ કેબલીંગ, શહેરને વધારાની પેટા વિભાગીય ચેરી ફાળવવા, ચોપડવા પડાણા ખાતે નવા સબ-સ્ટેશનો શરૂ કરવા, ભચાઉ વિભાગમાં આવતા ગુરૂકૃપા ફીડરમાંથી વારંવાર થતા વિજ વિક્ષેપ માટે જુના કેબલ બદલાવવા તથા રામબાગ-આદિપુરક્ચેરીએ સ્ટાફની અછત પુરવા વિગેરે વિશે વિગતવાર રજુઆતો કરી હતી.
પ્રત્યુતરમાં અધિક્ષક ઇજનેરે જણાવ્યું કે, મુખ્ય બજારની અંડરગ્રાઉન્ડ કેબલીંગ અને વધારાની પેટા ચેરી બાબતે સર્કલ ઓફીસથી ઉચ્ચ સ્તરે ઠરાવ મૂકેલો છે છતાં પણ અંડરગ્રાઉન્ડ કેબલીંગ માટે તેઓએ આ ઠરાવને ડી.આઇ.એસ. સ્કીમ હેઠળ લઇને નવેસરથી ઠરાવ મુક્વા સંબંધિત અધિકારીને જણાવ્યું હતું તથા ચોપડવા સબ સ્ટેશન માટે જમીનનો ક્બજો લઇ લેવામાં આવેલ છે જેથી ટૂંક સમયમાં કામ ચાલુ થઇ જશે તેવી હૈયાધારણા આપી હતી તથા રામબાગ પેટા ચેરીમાં નાયબ ઇજનેરની જગ્યા એકાદ માસમાં ભરાઇ જશે તેમ જણાવી તેઓએ દર ત્રણ મહિના સમીક્ષા બેઠક બોલાવી વપરાશર્તાઓના પ્રશ્નોના નિરાકરણ માટે ઘટતું કરશે તેમ જણાવ્યું હતું. આ બેઠમાં અંજારના સુપ્રિ. એન્જીનીયર એન.આઇ. ઉપાધ્યાય, જેમિન કા, એચ.આર. ખાડોદરા, એચ.વી. સતાણી, ચેમ્બરના ઉપ પ્રમુખ, કોષાધ્યક્ષ હરીશ માહેશ્વરી, અનિમેષ મોદી, રોહિત આહુજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.