સેવા સર્વોપરી દ્વારા ઝુંપડપટ્ટીના બાળકો માટે તોલાણી આર્ટસ કોલેજના પ્રાંગણમાં દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને દિવાળી પર્વના આનંદની સાથે હેતુ સમજાય તે માટે કરાયેલા આયોજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બાળકો સાથે વિવિધ રમત, ફટાકડા અને મીઠાઇની લીજ્જત પણ મનાવવામાં આવી હતી.
ગરીબ બાળકો સરકારી નોકરી તથા બોર્ડ પરીક્ષામાં અભ્યાસની સુવિધા મળી શકે તે માટે સંસ્થા દ્વારા લાઇબ્રેરી શરૂ કરવા પણ જાહેરાત કલ્પેશ આહુજાએ કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.