તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:જિલ્લા કોંગ્રેસના મંત્રીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી રૂપિયા મગાયા

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ અધિકારી બાદ હવે રાજનેતાનું એકાઉન્ટ હેક
  • સમાજ સેવકે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી પગલાં લેવા જણાવ્યું

રાપરના સીપીઆઇનું એકાઉન્ટ હેક થયું હોવાની ઘટના બાદ હવે ગાંધીધામ રહેતા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી અને અનેકવિધ સેવા કાર્યો સાથે સંકળાયેલા માનવતા ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખનું ફેસબુક એકાઉન્ટ હેક કરી હેકરે તેમના પરિચિતો પાસે હોસ્પિટલમાં હોવાનું જણાવી રૂપિયાની માગણી શરૂ કરતાં તેમણે લોકોને પોતાનું એકાઉન્ટ હેકરે હેક કર્યું હોવાની અને પૈસા ન આપવાની અપીલ કરવાની સાથે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી તાત્કાલિક પગલાં ભરવા રજુઆત કરી છે.

કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી અને માનવતા ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદ દનિચાનું ફેસબુક એકાઉન્ટ હેકર દ્વારા ગત રાત્રીના હેક કરી તેમના પરિચિતો પાસેથી રૂ.15,000 થી રૂ.25,000 સુધીની માગણી કરવામાં આવી હતી તેમાં હેકરે બેંક એકાઉન્ટ અને આઇએફસી કોડ પણ નાખ્યા હતા. હેક થયા બાદ ગોવિંદ દનિચાને પરિચિતોના ફોન આવતાં તેમને આ બાબતની જાણ થતાં પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે માટે કોઇએ પૈસા મોકલાવવા નહીં તેવી અપીલ કરી હતી. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ હેકર વિરૂધ્ધ પગલાં ભરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...