તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:જિલ્લા ભાજપની સંગઠન ટીમમાં કદાવર નેતાની ભલામણ ન ચાલી?

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી હોવાથી સમીકરણો રચાય તેવી શક્યતા
 • સંકુલમાંથી સ્થાન મેળવવા કાર્યકરોએ કરી હતી દોડધામ

કચ્છ જિલ્લા ભાજપના સંગઠનમાં ગાંધીધામમાંથી માત્ર બેની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેટલાક મોટા માથાઓની ભલામણની બાદબાકી કરાઇ હોવાની ચર્ચા ઉઠી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આ વર્ષે યોજાનાર હોવાથી સંગઠનમાં રહેલા કેટલાક આગેવાનોનો દબદબો જોવા મળે તેવી શક્યતા છે. અબડાસાની બેઠક ભાજપના ફાળે ગયા પછી પ્રદેશ કક્ષાએથી જુના જોગી એવા કેશુભાઇ પટેલને પુન: પ્રમુખ પદની ખુરશી પર પસંદગીની મહોર લગાવવામાં આવી હતી. ત્યાર બાદ સંગઠનના અન્ય ટીમના હોદ્દેદારોની જાહેરાત ગઇ કાલે કરવામાં આવી હતી. તેમાં ગાંધીધામમાંથી માત્ર બે બળવંત ઠક્કર અને નિલમ લાલવાણીનું નામ નક્કી થયું હતું. આ બન્ને હોદ્દેદારો શહેર ભાજપના સંગઠનની ટીમમાં પણ જોડાયેલા હોવાથી અહીંથી સ્વેચ્છાએ તેઓ છુટા થશે અને તેમની જગ્યાએ અન્ય નવા નામોની પસંદગી સ્થાનિક કક્ષાએથી થાય તેવી શક્યતા છે.

દરમિયાન પટેલની ટીમમાં મહત્વના હોદ્દા પર કે અન્ય હોદ્દાઓ અપાવવા માટે સીધા કે આડકતરી રીતે પ્રયત્નો થયા હતા તેવી વાત બહાર આવી હતી. જેમાં મોટા માથાઓની ભલામણને ગણકારવામાં આવી ન હોવાની વાત પણ હાલ હોટ ટોપીક બની રહી છે. ઉલ્લેખનીય છે કે, સંકુલમાંથી કેટલાય કાર્યકરોને જિલ્લા સંગઠનના માળખામાં સમાવવામાં આવશે તેવી શક્યતા હતી અને કેટલાકે એડીચોટીનું જોર પણ લગાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો