તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરાબાની જમીન:રહેણાંક પ્લોટીંગની વેતરણ અટકાવાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિણાયમાં ખરાબાની જમીન અંગે નાગરીકે રજૂઆત કરી હતી

શિણાય ગામ પાસેની સરકારી ખરાબાની જમીનમાં ભરતી કરી જમીન સમથળ કરીને રહેણાંક હેતુથી વેચવાની વેતરણ કરવામાં આવી હતી. આ અંગે નાગરીક દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ કોઇપણ જાતનું બાંધકામ કરવા ન દેવા સૂચના આપવામાં આવી હોવાની વિગત મળી રહી છે. ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળને આ બાબતે સૂચના પણ આપવામાં આવી છે. જેને લઇને બાંધકામની પ્રવૃતિની મુરાદ પર પાણી ફરી વળે તેવી શક્યતા ઉભી થઇ છે.

ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળના નાક નીચે કેટલીક વખત નિયમનો ભંગ કરીને આડેધડ બાંધકામો કરવામાં આવ્યાની ફરિયાદ ઉઠે છે. સંબંધિત કક્ષાએ ફરિયાદો કરવામાં આવ્યા છતાં એક યા બીજા કારણોસર પગલા ભરવામાં આવતા ન હોવાની બૂમરાડ પણ ઉઠે છે. દરમિયાન શીણાયમાં જમીન સમથળ કરીને પ્લોટ પાડવાની કામગીરી અંગે નાગરીક સમીરભાઇ સોરઠીયાએ રજૂઆત કરી હતી. રહેણાંક હેતુ પ્લોટીંગ પાડવાની વેતરણ અંગે કરેલી ફરિયાદ પછી તંત્ર જાગ્યું હતું અને આખરે રૂકજાઓના આદેશ અપાયા છે. પરંતુ આવી રીતે અન્ય સ્થળો પર પણ બાંધકામો થાય છે તે અંગે જીડીએના સત્તાધિશો ક્યારે પગલા ભરશે ?

અન્ય સમાચારો પણ છે...