વિદ્યાદાન મહાદાન:સેકન્ડ હેંડ પુસ્તકો એકત્ર કરીને બાળકોમાં વિતરણ

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 300 વાલીઓએ પુસ્તકોના આદાન પ્રદાનનો લાભ લીધો
  • વિશ્વ સિંધી સેવા સંગમ દ્વારા ‘બૂક બેંક’ પ્રોજેક્ટ તળે પુસ્તકોના સેટ બનાવી આપ્યા

ગાંધીધામ આદિપુરમાં વિવિધ સેવાકિય ક્ષેત્રે કાર્યરત વિશ્વ સિંધી સેવા સંગમ દ્વારા બૂક બેંક પ્રોજેક્ટ અંતર્ગત સેકન્ડ હેંડ પુસ્તકોને એકત્રીત કરીને વિતરીત કરવાનું કાર્ય હાથ ધરાયું હતું. જેનો લાભ 300 જેટલા વાલીઓએ લઈને પુસ્તકોનું આદાન પ્રદાન કર્યું હતું. જેટલા પુસ્તકો એકત્ર થયા તેમાંથી અંદાજે 160 બાળકોને તેના સેટ બનાવીને નિઃશુલ્ક અપાયા હતા.

ગાંધીધામ, આદિપુરથી તમામ ધોરણના વપરાયેલા પુસ્તકો એકત્રિત કરાયા હતા. તાળાબંધીના સમયગાળામાં, જ્યારે બાળકોને નવા પુસ્તકો નથી મળતા અને પરિવારો આર્થિક ભીંસમાંથી પણ પસાર થઈ રહ્યા છે ત્યારે સિંધી સંગમ સંસ્થા દ્વારા આ આયોજન કરાયું હતુ, જેને સારો પ્રતિસાદદ સાંપડ્યો હતો. પ્રોજેક્ટ વિચાર મનમાતા મંગલાની થકી જન્મ્યો, જેને પુર્ણ કરવા કીર્તિ ગલાણી, શ્વેતા ગોપાલાણી, શ્રદ્ધા ક્રિપલાણી, સુજાતા પ્રધાનએ આ સેવાકાર્યને પૂર્ણ કરવા એક મહિનાથી સહયોગ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...