જમીન વિવાદમાં નવો વળાંક:પાલિકાને ફાળવાયેલી શિણાયની ડમ્પિંગ સાઇટની 32 એકર જમીનનો વિવાદ વકર્યો

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ આસામી પાસે જમીન ફાળવણીના જરૂરી આધાર પુરાવા માગ્યા
  • જમીન ખાનગી માલિકને ફાળવી હોવાના દાવાએ આવ્યો નવો વળાંક

ગાંધીધામ નગરપાલિકાને અંદાજે 32 એકર જમીન શિણાયનીડમ્પિંગ સાઈડ માટે આપવામાં આવી છે. હાલ આપેલી જમીન પર કચરો ઠાલવી ન શકાય તેવો કોર્ટનો હુકમ હોવાથી જમીન યથાવત સ્થિતિમાં છે. દરમિયાન આ જમીન પર કોઈએ કબજો જમાવીને ખનીજ સંપત્તિ વેચવાનો વેપલો શરૂ કરતા પાલિકાના ધ્યાનમાં આવતા આ બાબતે પગલાં ભરવામાં આવ્યા હતા.

સંબંધિત બાબતે સામેની પાર્ટીએ તેમને આ જમીન 2006માં ફાળવણી કરાઇ હોવાનો દાવો કરતા મામલો તકરારી બન્યો છે. પાલિકાએ જમીન ફાળવણીના આધાર પુરાવા માગ્યા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શિણાયની સર્વે નંબર 496 પૈકીની જમીન પાલિકાને ડમ્પિંગ સાઇટ માટે ફાળવવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા તેમને ફાળવવામાં આવેલ જમીન પણ કોઈ આસામી દ્વારા રેતી કપચીનો વેપલો શરૂ કર્યો હતો અને પાકી ઓરડી પણ બનાવી હતી. પાલિકા ના ધ્યાન માં આ દબાણ આવતાં તેણે દૂર કરવા માટે પગલાં ભરવામાં આવ્યા હતા. બે દિવસ પહેલાં શરૂ કરવામાં આવેલી આ કામગીરીમાં જમીનની માલિકી કોની છે તેવો પ્રશ્ન ઉભો થયો છે.

પાલિકા અને સામેની પાર્ટી દ્વારા શરૂ થયેલા આ જમીનના વિવાદ આજે પોલીસ અધિકારીઓને સાથે રાખી ને તપાસ પણ પાલિકાએ કરી હતી. સંબંધિત બાબતે જે તે આસામી પાસે આધાર પુરાવા માનવામાં આવ્યા છે જમીનની ફાળવણી ના આધાર પાલિકાને આપવામાં આવ્યા પછી ચકાસણી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાય છે.

પાલિકાની જમીનનો વિવાદ નવો નથી
નગરપાલિકાને કચરા માટે જમીન આપવા માટે લાંબા સમયથી માગણી ઊઠી હતી. શિણાય ગામમાં આપવામાં આવેલી જમીનમાં સ્થાનિક કક્ષાએ વિરોધ થયો હતો જેના પરિણામે મામલો કોર્ટે ચડ્યો હતો અને હાઇકોર્ટ દ્વારા કચરો ઠાલવવા માટે પાલિકાને સૂચના આપવામાં આવી છે. જ્યારે અંજારના વાડાની જમીન ફાળવી છે તેમાં પણ સ્થાનિક સ્તરે વિરોધનો સામનો પાલિકાને કરવો પડ્યો હતો.