તંત્ર દ્વારા દાવો:5 ગામના ક્લસ્ટરના સેવા સેતુમાં 2982 અરજીઓના નિકાલનો તંત્ર દ્વારા દાવો

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવા સેતુના માધ્યમથી પ્રજા સુધી ઝડપી સુવિધાઓ પહોંચે તેવો અભિગમ
  • મીઠીરોહરના કાર્યક્રમમાં મામલતદાર, જી.પં. સિંચાઇ સમિતિ ચેરમેન, તાલુકા ભાજપ અને કોંગ્રેસના પ્રમુખો હાજર રહ્યા

રાજ્ય સરકાર દ્વારા આયોજીત સાતમા તબકકાના “સેવા-સેતુ”ના કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે એવા હેતુથી નાગરિકોને સ્થળ ઉપર અગત્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું ચાલુ રહે તે ધ્યાને લઇ મીઠીરોહર, ચુડવા, ખારીરોહર, ૫ડાણા તથા ગળપાદર એમ કુલ-5 ગામોનું કલસ્ટર બનાવી તા. 20 ના શનિવારના રોજ આહિર સમાજ વાડી, મીઠીરોહર ગામ મધ્યે રાખવામાં આવ્યું હતું.

સેવા સેતુના કાર્યક્રમમાં સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ સ્થળ પણ જ નાગરિકોએ લીધો હતો અને અધિકારીઓ દ્વારા સ્થળ ઉપરજ રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ અંદાજીત 2678 લાભાર્થીઓએ આ કેમ્પમાં લાભ લીધો અને સ્થળ ઉપર જ 2982 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ “સેવા-સેતુ” ના કાર્યક્રમમાં ગાંધીધામ મામલતદાર મેહુલભાઈ ડાભાણી, જિ. પં.ના સિંચાઇ સમિતિના ચેરમેન ઘનજીભાઇ હુંબલ, તાલુકા ભાજ૫ પ્રમુખ બાબુભાઇ ગુજરીયા, તાલુકા કોગ્રેંસ પ્રમુખ ગનીભાઇ માંજોઠી, ચેરમેન મીઠીબેન સોલંકી, રાઘીબેન, હરેશભાઇ જોશી, મનીષભાઈ જોશી, અધિકારીઓ અને લાભાર્થીઓ હાજર રહેલ હતા.

અન્ય સમાચારો પણ છે...