તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જર્જરીત બાલ્કની, ટેરેસ દિવાલ ધસી પડી

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૌસમી થપાટ લાગતાજ શહેરની જર્જરીત ઈમારતો ધસવા લાગીઃ બે ઘટના, સદભાગ્યે જાનહાની ટળી
  • ટ્રાન્સપોર્ટનગરના જર્જરીત કોમ્પલેક્ષમાં અને અરુણદેવ ઈમારતના બનાવથી લોકોમાં વ્યાપ્યો ફફડાટ : તાકીદે પગલા લો

ગાંધીધામમાં સારા વરસાદ બાદ શહેરની જર્જરીત ઈમારતો જાણે જવાબ દઈ ગઈ હોય તેમ એક બાદ એક બે માળખા તુટવાની વિગતો સામે આવી હતી. ટ્રાન્સપોર્ટ નગર અને ઓસ્લો પાસે આવેલી ઈમારતમાં બનેલી આ ઘટનામાં સદભાગ્યે કોઇને ઈજા પહોંચી નહતી. શહેરમાં જર્જરીત ઈમારતો અંગેની રિપોર્ટ, તેને તોડી પાડવાની વ્યવસ્થામાં સ્થાનિક વહિવટી તંત્ર કેટલુ નબળુ અને નિરસ છે તેનો પરચો દર થોડા સમયે મળતો રહે છે. બુધવારના ગાંધીધામ સંકુલમાં બે ઈંચથી વધુ જેટલો વરસાદ ખાબક્યો હતો.

તો તેજ રાત્રે દસેક વાગ્યાના અરસામાં ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલા કોમ્પલેક્ષમાં એકાએક છતનો ભાગ ધસી પડ્યો હતો. તો બીજી તરફ ઓસ્લો સર્કલ પાસે આવેલી અરુણદેવ એપાર્ટમેન્ટ1માં આવેલા ફ્લેટની બાલ્કનીનો ભાગ ધસી પડ્યો હતો. બન્ને ઘટનાઓમાં સદભાગ્યે કોઇને ઈજા પહોંચી નહતી પરંતુ કોઇ હતાહત થાય તે પહેલા પ્રશાસન જાગીને શહેરના ઈન્ફ્રાસ્ક્ચરને લઈને કોઇ ઠોસ્સ નીતિ લાગુ કરે તે માટેનો સુર ઉઠવા પામ્યો છે.

ટ્રાન્સપોર્ટનગરમાં નર્કાગાર સ્થિતિ, રજુઆતો છતાં કામ નહીં
સમાજવાદી પાર્ટીના કચ્છ અધ્યક્ષ સહદેવસિંહ યાદવે જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ નગરની ઈમારતો થી લઈને રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણી નિકાલ, ડ્રેનેજ સહિતની સમસ્યાઓથી વર્ષોથી પીડાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ અંગે તેમણે અનેક વખત પત્રો અને આવેદન પત્રો આપ્યા છે, પરંતુ વિસ્તાર તરફ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. વિસ્તારમાં અંદાજે 1 હજારથી વધુ ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે.

આ વર્ષે પાલિકાએ પડું પડું ઇમારતો દૂર કરવા નોટિસ ન આપી
સામાન્ય રીતે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોનો સર્વે કરીને તેને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવે છે. આ વર્ષે આ બાબતે કોઇ કારણોસર નગરપાલિકાએ કામગીરી કરી ન હોવાની વિગત બહાર આવી હતી. જેને લઇને પણ અનેકવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...