તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:ચોથા દિવસે IT દરોડામાં ડિજિટલ દસ્તાવેજો જપ્ત

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેઈલ, ડ્રાઈવમાં રાખેલા દસ્તાવેજો મળ્યા
 • કરોડોની સંપતિના અહેવાલ બહાર આવ્યાની વકી

ગાંધીધામમાં મીઠાના ઉદ્યોગ સમુહ પર પડેલા દરોડાની કાર્યવાહી આખરે ચોથા દિવસે પુર્ણ થઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જેમાં સોના, રોકડ મળીને કરોડો સંપતિની માહિતી બહાર આવી હોવાનું પણ જાણવા મળે છે, જોકે પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર હજી માહિતીનું પૃથક્કરણ કરાશે તેમ કહીને સતાવાર રીતે વિભાગ દ્વારા આ અંગે કોઇ કાંઈ કહેવાથી બચ્યું હતું.

ઈન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વીંગ દ્વારા અમદાવાદના ઉચ્ચ અધિકારીના નેજા હેઠળ રાજકોટની ટીમોને સામેલ કરીને ગાંધીધામના મીઠા સહિત વિવિધ ક્ષેત્રોએ કાર્યરત નીલકંઠ ગૃપના 27 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં સોનું અને રોકડ મળીને કરોડોની સંપતિ બહાર આવ્યાનું પણ સામે આવ્યું છે તો આ અંગેની સ્કૃટની હવે વિભાગ કરશે તેવું વિષયના તજજ્ઞોએ જણાવ્યું હતું, મંગળવારે શરુ થયેલી આ કાર્યવાહી શુક્રવારે પુર્ણ થઈ હતી. તો તેમાં મહતમ દસ્તાવેજો ડિઝિટલ સ્વરુપે મળ્યા હોવાનું પણ જાણવા મળે છે. એટલે કે ઘણા દસ્તાવેજો અને માહિતીને ડિઝિટલ સ્વરુપ આપીને મેઈલ, ડ્રાઈવમાં ચડાવી દેવાયા હતા. જેમાંથી રીકવરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો