નબળી કામગીરી:DPTમાં હંગામી કર્મીઓથી ફાઈલ ક્લીયરમાં મુશ્કેલી

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન સહિતની બાબતોમાં ઉઠી રહી છે ફરિયાદ
  • કાયમી કર્મચારીઓની નબળી કામગીરી

દીન દયાળ પોર્ટ દ્વારા જુદા જુદા વિભાગો માટે 11 માસના કરાર આધારીત કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. કેટલાક વિભાગોમાં કેટલાક કર્મચારીઓ દ્વારા જે તે ફાઈલ ને વધુ ગતીમાન કરવા કાર્યવાહી કરવી જોઇએ તેના બદલે વિલંબ થાય તેવું વલણ અપનાવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ખાસ કરીને જમીન, મોર્ગેજ સહિતના મુદાઓમાં ફાઈલ અટવાઈ રહેતી હોવાની વાત બહાર આવી રહી છે.

દીન દયાલ પોર્ટ દ્વારા પોર્ટનો વહિવટ ગતીશીલ બને અને ખર્ચો પણ ઓછો થાય તે દિશામાં જુદા જુદા પગલા ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે આવકાર દાયક છે પરંતુ કેટલાક કર્મચારીઓ કાયમી છે તેની નબળી કામગીરીને કારણે વહિવટને અસર પડતી હોવાથી વહિવટને ફરિયાદ પણ ઉઠે છે.

ઉપરાંત 11 માસના કરારથી લેવામાં આવતા કેટલાક કર્મચારીઓ પાસે અનુભવ પણ ન હોવાની સાથે વહિવટી જ્ઞાન ઓછુ હોવા અને કામગીરી સુપેરે પુર્ણ કરવી જોઇએ તે કરવામાં જાણે અજાણ્યે વિલંબ કરવામાં આવી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે. જોકે, આ બાબતે પોર્ટના પ્રવક્તા નિયમ મુજબ અને પોર્ટના વહિવટમાં ગતીશીલતા લાવવા પગલા ભરાતા હોવાની દલીલ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...