તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:‘ડીઝલનો ભાવ દેશમાં એક હોવો જોઇએ’

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં રાષ્ટ્રીય સ્તરની ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની બેઠક યોજાઈઃ 500 ટ્રાન્સપોર્ટર જોડાયા
  • સંયુક્ત ટ્રાન્સપોર્ટ મોર્ચાના નેજા હેઠળ ડિઝલ રેટ, ટોલ ટેક્સ, પોલીસ દમન સહિતના મુદે દિલ્હી, મુંબઈમાં પણ યોજાશે બેઠક

ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના યજમાન પદે દેશભરના વિવિધ ટ્રાન્સપોર્ટ ઉધોગ સાથે જોડાયેલા સંગઠનોની બેઠક ગાંધીધામમાં સંયુક્ત ટ્રાન્સપોર્ટ મોર્ચાના નેજા હેઠળ યોજાઈ હતી. જેમાં ડીઝલના વધતા ભાવ સહિતના મુદે ચીંતા વ્યક્ત કરીને આખા દેશમાં એકજ ભાવ હોવો જોઇએ તેવો સુર વ્યક્ત કરાયો હતો. ગાંધીધામમાં આયોજીત આ બેઠકમાં એઆઈએમટીસી, એસીઓજીઓએ, બીએઆઈટીએ સહિતના સંગઠનોના આગેવાનો પંજાબ, હરિયાણા, મુંબઈ, બેંગ્લોર, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ સહિતના વિસ્તારોથી ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ડીઝલનો રેટ આખા દેશમાં એક સરખો હોવો જોઇએ તેમજ હાલમાં લાગેલી તેના પર એક્સાઈઝ ડ્યુટીને ઘટાડવી જોઇએ, તેને જીએસટી અંદર લાવવો જોઇએ, ટોલ ટેક્સમાં ચાલતા ભ્રષ્ટાચાર પર કાબુ લાવવા, કેટલાક સ્થળોએ આરટીઓ અને પોલીસ દ્વારા ચાલતી લુંટમારને કાબુમાં લાવવા, ઈંસ્પેક્ટર રાજ બંધ કરવા, ઈન્સોરન્સના થર્ડ પાર્ટીનો રેટ પહેલા જે 17હજાર આસપાસ હતો, તે હવે 47 હજાર આસપાસ છે, તેને ઘટાડવા સહિતના મુદાઓ અંગે સુર ઉઠ્યા હતા.

જીજીટીએના પ્રવક્તા દશરથસિંહ ખંગરોટએ જણાવ્યું કે આ આયોજનમાં દેશભરમાંથી 500 જેટલા ટ્રાન્સપોર્ટર્સ સામેલ થયા હતા.આ આયોજન બાદ હવે સંયુક્ત મોર્ચાના નેજા હેઠળ દિલ્હી, બેંગ્લોર, મહારાષ્ટ્રમાં બેઠક થશે, જેથી સંગઠનને વધુ વ્યાપ આપ્યા બાદ સરકાર સમક્ષ રજુઆતો અને માંગોનો સીલસીલો શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...