તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિઃશુલ્ક શિબિર:પ્રથમવાર 4ડી ટેક્નોલિજીથી ગાંધીધામમાં રોગોનું નિદાન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજથી ત્રણ દિવસીય નિઃશુલ્ક શિબિર

ગાંધીધામમાં અત્યાધુનિક 4ડી ટેક્નોલોજીથી સાંધા અને સ્નાયુના દુખાવાનું નિદાન માટે ત્રી દિવસીય નિઃશુલ્ક કેમ્પ યોજાશે. આલયમ રીહેબકેરના સ્થાપક ડો. દીપેન પટેલએ જીએસટી કચ્છ કમિશનર પ્રમોદ વસાવે સાથે ગાંધીધામ સેન્ટરનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી લોકો માટે અત્યંત લાભદાયી રહેશે અને તે માટેજ તેમણે યુએસથી ગુજરાત આવીને તેને સર્વપ્રથમ પોતાના લોકોને આપવાનો નિર્ણય કર્યો હતો.

તા. 5 થી 7 જુલાઈ સુધી સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી આ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કેડીબીએ લાઈનમાં, શોપ નં. 4, ઓમ ગણાત્રા પ્લાઝા, સે. 8 ખાતે કરાયું છે. જેમાં અત્યાધુનિક 4ડી, મેડિકલ ટેક્નો.થી સ્નાયુના દુખાવા, ઘુંટણ વા, કમરનો દુખાવો, એડી, કોણી, ખંભા, ગરદન, સાઈનસ, કાંડાના દુખાવાનો ઈલાજ કોઇ વાઢકાપ વિના લેઝલ થેરાપીથી કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...