કેમ્પ યોજાયો:ડાયાબિટીસ, બ્લડ પ્રેસરના ચેકઅપનો કેમ્પ યોજાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ આદિપુર ફોટોગ્રાફર્સ વિડિયોગ્રાફર્સ એસોસિએશન દ્વારા ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર માટેનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો. સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ગાંધીધામમાં રાખવામાં આવ્યો હતો. એસસોસિએશન દ્વારા ભવિષ્યમાં બ્લડ ડોનેશન અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરાશે. સભ્યોનું ચેકઅપ લીલાબેન પરમાર, બીએએમએસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ ફોટોગ્રાફર વિનય ઠાકર, હેમંત ભટ્ટ, અશોક મિતલ, દિલીપ લાલવાની, રવિ કે. આર., મનોજ વરુ, ભુપેન્દ્ર મકવાણા અને માજી પ્રમુખ દિલીપ આડવાની અને જાની સપરા હાજર રહ્યા. કાર્યક્રમને સફળ બનાવવા રાજેશ લાલવાણી, જય ખબરાણી, નિખિલ વગેરેએ જહેમત ઉપાડી હતી.

અન્ય સમાચારો પણ છે...